બાઈક શીખવા નીકળેલા ત્રણ સગીર મિત્રોને અકસ્માત નડ્યો : ૧૭ વર્ષના જયનું મોત

  • February 17, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ખોખડદળ નજીક બાઈક લઈને નીકળેલા ત્રણ સગીર વયના બાળકોને અકસ્માતનો ભોગ બનતા ૧૭ વર્ષીય સગીરનું ગંભીર ઇજા થવાથી મોત નીપયું હતું. આ ૧૭ વર્ષીય સગીર ૧૬ વર્ષના મિત્રને બાઈક શીખડાવવા માટે નીકળ્યો હતો ત્યારે ૧૨ વર્ષના અન્ય એક મિત્રને પાછળ બેસાડો હતો. દરમિયાન બાઈક સ્લીપ થતા બનાવ બન્યો હતો.

અકસ્માતની મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં શીતળા ધાર ૨૫ વરિયા કવાટરમાં રહેતો જય બાબુભાઇ ચાવડા (ઉ.વ.૧૬)નો સગીર ગઈકાલે સાંજે ઘર નજીક આવેલા નારાયણ નગરમાં રહેતા મિત્રો વિશાલ હિરાભાઈ બગડા (ઉ.વ.૧૭) અને વિજય નવઘણભાઈ મેર (ઉ.વ.૧૨)ને બાઇકમાં બેસાડી ત્રિપલ સવારીમાં બાઈક લઈ નીકળતા ખોખળદળ નજીક આવેલા કનૈયા ચોક પાસે પહોંચતા જયએ બાઈક પરનો કાબૂ ગુમાવતાં બાઈક સ્લીપ થઇ હતી અને ત્રણેય રોડ પર ફસડાયા હતા. અકસ્માત જોતા આસપાસના લોકો ડી આવ્યા હતા અને ત્રણેય બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યાં વધુ ઈજાગ્રસ્ત જયનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપયું હતું. અને અન્ય બે મિત્રોને દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલએ દોડી આવી જરી કાર્યવાહી કરી હતી. મૃતક જયના કાકાના લ હોવાથી પોતાને બાઈક શીખવી હોવાનું પડોસી મિત્ર વિશાલને કહેતા બંને બાઈક લઈને નીકળ્યા હતા અને નજીકમાં જ રહેતા મિત્ર નવઘણને પણ બાઈક શીખવા જઈએ છીએ કહી તેને સાથે લીધો હતો. મૃતક જય ચાવડા ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો અને બે ભાઈ એક બહેનમાં નાનો હતો, પિતા કડીયાકામ કરે છે. પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરક થયો છે.


બાળકોને વાહન ન આપવા માતા–પિતાને તાકીદ છતાં ગંભીરતા નહીં

સગીરવયના બાળકોને બાઈક સહીતના વાહન નહિ ચલાવવા આપવા અનેક વખત પોલીસ અને આરટીઓ તંત્રએ ચેકીંગ દરમિયાન સગીરને વાહન હંકારતા પકડી પાડી તેના માતા–પિતાને સ્થળ પર બોલવી સૂચના આપવામાં આવી હતી. અને જો સગીર પુત્ર કે પુત્રી અકસ્માત સર્જે તો તેના માતા–પિતા વિદ્ધ પણ કાર્યવાહી થઇ શકે છે. એમ છતાં પરિવારજનોએ ગંભીરતા ન દાખવતા અંતે વ્હાલ સોયાને ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અનેક માતા–પિતા માટે લાલબત્તી પ બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application