સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક સમુહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન

  • November 29, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા સમુહ યજ્ઞોપવિત-1નું સફળ આયોજન બાદ સમુહ યજ્ઞોપવિત-2નું સમગ્ર ગુજરાતમાં વસતા ફક્ત સમસ્ત બ્રહ્મસમાજના બટુકો માટે નિ:શુલ્ક આયોજન: 251 બટુકો નામ નોંધાવે તો પણ યજ્ઞોપવિત સંસ્કાર આપવાની તૈયારી


શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમુહ યજ્ઞોપવિત સંસ્કાર-2 નું આગામી તારીખ 19 જાન્યુઆરી 2025 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સમગ્ર ગુજરાતમાં વસતા સમસ્ત બ્રહ્મસમાજના બટુકો સમુહ યજ્ઞોપવિત સંસ્કારનો લાભ મેળવી શકે તે હેતુથી તા.18 અને 19 જાન્યુઆરી એમ બે દિવસનું ભવ્ય નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે તેમજ વૈદિક વિધિ વિધાન મુજબ યજ્ઞોપવિત સંસ્કાર બટુકો ને ધારણા કરાવવામાં આવશે સંતો મહંતોના આશીર્વચન સાથે. જામનગર ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે તેમ સંસ્થાના અગ્રણી કેતનભાઇ ભટ્ટે ગઇકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું.


આ આયોજન ને સફળ બનાવવા માટે સંસ્થાના કેતનભાઈ ભટ્ટ, જયદિપભાઈ રાવલ, સુનિલભાઈ જોષી, મહેશભાઈ રાવલ, સિમિતભાઈ રાવલ, કિરીટભાઈ ઠાકર, વિરલભાઈ ત્રિવેદી, મનીષાબેન ઠાકર, નિશાબેન અસ્વાર સહિત સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવા આવી રહી છે.


સમુહ યજ્ઞોપવિત -2 મા બ્રહ્મસમાજના પરિવારના બટુકનું નામ નોંધાવા માટે  નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જામનગર-9913554919, 99250 57709, 82006 01365, 9879050550, 98989 50618, 93773 68369, 6359648879, 9870064307, ધ્રોલ-9825516880, જામ ખંભાળિયા-8780542130, ભાણવડ - 9328034595, કાલાવડ-9724255180, જામજોધપુર-9427256260, દ્વારકા-9979702845, મીઠાપુર-9998016191, રાજકોટ-8000380001-9510246555, ધોરાજી-6355008047, જેતપુર-9638804546, ભાવનગર-9484788261, પોરબંદર-9825371116, ગીરસોમનાથ-9714734101, અમદાવાદ-9824638116, હળવદ -8140605481, બરોડા-9662750738, ખેડા-9714848775, કોડીનાર-9824363899, વધુ વિગત માટે 9925207787-9099171771 નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application