રાજકોટ મહાપાલિકા દ્રારા આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ૧૨ વર્ષ કે તેથી ઓછી વયના બાળકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે, મોહનદાસ ગાંધી વિધાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં પૂય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શેા, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.૩૦–૯–૨૦૧૮નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. નાના બાળકો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ માટે વર્ષ ૨૦૨૩–૨૪ના બજેટમાં નિર્ણય કરવામાં આવેલ. જેના અનુસંધાને આવતીકાલ પ્રજાસત્તાક પર્વના દિવસે ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
મ્યુઝિયમમાં પૂય ગાંધીજીના જીવનના આદર્શેા, જીવનચરિત્રો ઓડિયો, વિયુઅલ અને એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે. પૂય મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, કલોકમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ, કોન્ફરન્સ મ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે. દરરોજ રાત્રે ૭ વાગ્યે પૂય ગાંધીજીના જીવનના આદર્શેા દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે.મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણથી આજ સુધીમાં ૨૧૬૭ વિદેશી મુલાકાતીઓ, ૯૬૬૯૬ બાળકો સહીત કુલ ૩,૩૩,૯૮૭ મુલાકાતીઓએ મુલાકાત લઇ અભિભૂત થયા છે. દર વર્ષે ૨૬મી જાન્યુઆરી, ૩૦મી જાન્યુઆરી, ૧૫મી ઓગસ્ટ અને તા.૨ ઓકટોબર નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech