ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તાજેતરમાં અત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે વિના મુલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પ તથા રાશનકાર્ડ ઈ-કે.વાય.સી.ની કામગીરી સાથેના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
લંડન સ્થિત જયેન્દ્રભાઈ હિન્ડોચાના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટના સર્વ હિત એક્યુપ્રેશર સેન્ટરના પ્રબંધક મધુબેન જોષી તેમજ તેમની ટીમ દ્વારા શરીરના દરેક રોગો જેવા કે કમરદર્દ, સાયટિકા, વા તેમજ સ્ત્રી રોગો તેમજ કોઈ પણ જુના રોગોના ઈલાજ એક્યુપ્રેશરના આધુનિક મશીનથી સારવાર કરવામાં આવી હતી. જેમાં આશરે 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ ઉપરાંત આ કેમ્પની સાથે અહીંની મામલતદાર કચેરીના સહકારથી રાશન કાર્ડની ઈ-કેવાયસી માટેનો પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેનો પણ આશરે 175 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર, તેમની ટીમ તેમજ લોહાણા મહાજન ટ્રસ્ટના સલાહકાર એડવોકેટ જયેશભાઈ નથવાણી તેમજ તેમના ધર્મપત્ની, મુકેશભાઈ ઢાંકી, કિરણભાઈ બરછા સાથે અન્ય સેવાભાવી કાર્યકરોનો નોંધપાત્ર સહયોગ સાંપળ્યો હતો. આ તબક્કે ટ્રસ્ટ દ્વારા દાતાઓ તેમજ તમામ દર્દીઓ અને સેવા કરનાર દરેક સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ સૌર ઉર્જાથી જગમગશે, અમિત શાહે કહ્યું- દિલ્હીથી દૂર પરંતુ હૃદયની નજીક
January 03, 2025 11:23 PMચીનમાં ફેલાતા નવા વાયરસથી ગભરાવાની નથી જરૂર, ભારતીય તબીબોએ આપી માહિતી
January 03, 2025 11:22 PMઅલ્લુ અર્જુનને સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન
January 03, 2025 11:20 PMબાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતાપિતા પાસેથી લેવી પડશે પરવાનગી, ટૂંક સમયમાં આવશે નિયમો
January 03, 2025 11:17 PMમુકેશ અંબાણી અને અને અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
January 03, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech