સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા નિઃશુલ્ક સમુહ યજ્ઞોપવિત-૨ સફળતાપૂર્વક સંપન્ન

  • January 20, 2025 12:49 PM 

૫૧ બટુકોએ યજ્ઞપવિત ધારણ કરી: આગામી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી: સંસ્થા દ્વારા એક લાખ ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે તથા નિઃશુલ્ક સમુહ યજ્ઞોપવિત-૩ નું આયોજન


શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ફ્કત સમસ્ત બ્રહ્મસમાજના બટુકો માટે નિઃશુલ્ક યજ્ઞોપવિત-૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ યજ્ઞોપવિતમાં તા.૧૮ જાન્યુઆરીના રોજ મંડપ મુહર્ત, ગણેશ પુજન, મામેરા, પીઠી, દાંડિયારાસ તથા રાત્રિ ભોજન તથા તારીખ ૧૯ જાન્યુઆરીના રોજ ગણેશ પુજન, યજ્ઞ ,યજ્ઞોપવિત સંસ્કારની સંપૂર્ણ વિધિ, કાશીયાત્રા તેમજ પ્રોસેસન તથા બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ સમુહ યજ્ઞોપવિતમાં જામનગર સહિત ગુજરાતના વિવિધ શહેરો તેમજ ગુજરાત બહારના નાસિક  શહેર  માંથી મળી કુલ ૫૧ બટુકોને હિન્દુ સંસ્કૃતિ મુજબ વૈદીક વિધિવિધાનથી યજ્ઞપવિત ધારણ કરવામાં આવી હતી.


આ તકે સંતોમહંતો સહિત, બ્રહ્મસમાજના આગેવાનો, રાજકિય આગેવાનો તેમજ વિવિધ સંસ્થા, જ્ઞાતિના આગેવાનો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી આયોજક ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.


આ કાર્યક્રમ દરમિયાન આગામી કાર્યક્ર્મની સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નવા શેક્ષણિક સત્રમાં સર્વના જ્ઞાતિના વિધાર્થીઓ માટે રાહત દરે *એક લાખ ચોપડા* નું વિતરણ કરવામાં આવશે તથા *આગામી ૨૩/૦૧/૨૦૨૬ના રોજ નિઃશુલ્ક સમુહ યજ્ઞોપવિત -૩ના આયોજનની પણ જાહેરાત કરવામાં આવી હતી.*


નિઃશુલ્ક સમુહ યજ્ઞોપવિત -૨ ને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ, ટ્રસ્ટી સુનિલ જોષી , જયદિપ રાવલ, સિમિત રાવલ, મહેશ રાવલ, શહેર પ્રમુખ કિરીટ ઠાકર, યુવા પ્રમુખ વિરલ ત્રિવેદી, રાજેશ ઠાકર, મનીષ ત્રિવેદી, સમીર જોષી, જીતેન્દ્ર જોષી,મૌલિક શુકલ, કપિલ રાવલ, કેતન જોષી, પ્રણવ રાવલ,નીરવ મહેતા , રાજુ વ્યાસ, જાંમ્બાલી રાવલ, વિમલ મહેતા,કનુભાઈ રાજ્યગુરુ,વિવેક આશા, શહેર મહિલા પ્રમુખ મનીષા  ઠાકર, મનીષા જોષી, અર્ચના જોષી, હિના ઠાકર, ધરતી વ્યાસ, પારુલ ત્રિવેદી ,નિલમ શુક્લ, જાન્હવી શુક્લ, વાસંતીબેન ઠાકર, રક્ષા ભટ્ટ ,ચંદ્રાવલીબેન જોષી સહિત સમગ્રટીમના સભ્યો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application