સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જામનગર દ્વારા એસ.બી આઈ.આરસેટીના ટ્રેનીંગ સેન્ટર ખાતે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ અંગેની ૩૦ દિવસીય તાલીમનુ આયોજન તા. ૧૩-૧૧-૨૦૨૪ થી ૧૨-૧૨-૨૦૨૪ દરમ્યાન કરવામાં આવ્યું હતું જેમનું ઇનોગ્રેશન એસ.બી.આઈ.આરસેટીના નિયામક રાજેશ ગુપ્તા સાહેબ તથા ફેકલ્ટી અમિતભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ. આ ૩૦ દિવસીય તાલીમ દરમ્યાન બહેનોને બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ સાથે શીખવા માટે જરૂરી મટીરીયલ્સ પણ આરસેટી સેન્ટર ખાતે શીખવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ. State Bank of India ના AGM ભુપેન્દ્ર રામાણી તથા SBI RSETI ના નિયામક રાજેશ ગુપ્તા તથા ફેકલ્ટી અમિતભાઈ ગોસ્વામી દ્વારા બહેનોને અસરકારક માહિતી સંચાર, સમય સંચાલન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મુન્દ્રા લોન સંબંધિત માહિતી તથા ઉદ્યોગ સાહસિક સાથેના અનુભવોની સમજુતી આપવામાં આવી હતી અને આ તાલીમને સફળ બનાવવા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા નો પણ સાથ સહકાર રહેલ. તાલીમ પૂર્ણ થયા પછી તાલીમાર્થીઓની પરીક્ષા લઈ તાલીમાર્થીઓને State Bank of India ના AGM ભુપેન્દ્ર રામાણી તથા SBI RSETI ના નિયામક દ્વારા બહેનોને સર્ટીફીકેટ આપવામાં આવેલ. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ લાભાર્થીઓ વિનામૂલ્યે તાલીમ મેળવી શકે તથા આર્થિક રીતે પગભર થાય તેનો છે. આ તાલીમને સફળ બનાવવા ડાયરેક્ટર રાજેશ ગુપ્તા સાહેબના માર્ગદર્શન હેઠળ આરસેટી સ્ટાફ તથા તાલીમના ગેસ્ટ ફેકલ્ટી માલાબેન ત્રિવેદી દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ અંતરીક્ષમાંથી દેખાતો મહાકુંભનો મનમોહી લે એવો નજરો, જોવો તસ્વીરો
January 22, 2025 04:18 PMસિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં વર્ષમાં ૨૦ હજારને સારવાર
January 22, 2025 03:42 PMકેકેવી બ્રિજ નીચે ગેમઝોન બને તો જોયા જેવી–કોંગ્રેસ ગેમ ઝોન પ્રોજેકટ સાકાર થઇને રહેશે–જયમીન ઠાકર
January 22, 2025 03:41 PMરૂડાએ હોડિગ બોર્ડ ફીના દર ઘટાડયા એડ એજન્સીઓને લાભકર્તા નિર્ણય
January 22, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech