હોલી ડે પેેકેજના નામે ૨૪.૭૫ લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઝડપાયો

  • February 27, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાર્ક પીવેરા હોલી ડે ની ખોટી ઓળખ આપી વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સારા પેકેજ આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરનાર વડોદરાના ભેજાબાજ શખસને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી લીધો હતો. આ શખસે રાજકોટમાં કુલ ૨૧ વ્યકિતઓ સાથે પિયા ૨૪.૭૫ લાખની છેતરપિંડી કરી હતી. આરોપીએ અન્ય કેટલા વ્યકિતઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પેકેજના નામે છેતરપિંડી કરી તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રહેતા વેપારી દિલીપભાઈ રસિકભાઈ લુણાગરિયા દ્રારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, આરોપીએ મોબાઈલ નંબર પરથી તેમનો સંપર્ક સાધી ધ પાર્ક પીવેરા હોલીડેની ખોટી ઓળખ આપી વીયતનામ નામનું છ રાત અને સાત દિવસનું પેકેજ પર પર્સન પિયા ૭૫૦૦૦ જણાવી ફરિયાદી તથા તેમના પત્નીના આ પેકેજના કુલ પિયા દોઢ લાખ જણાવ્યું હતું. બાદમાં પેમેન્ટ માટે ફરિયાદી પાસેથી તેમની બેંકના ક્રેડિટ કાર્ડ નંબર તથા સીવીસી કોડ ગેરકાયદે રીતે મેળવી તેમના ક્રેડિટ કાર્ડમાંથી કુલ પિયા દોઢ લાખ ઉપાડી લઈ તેમની સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા એસીપી વી.આર રબારીની રાહબરી હેઠળ પીઆઇ એમ.એ.જાણકાંત તથા ટીમે તપાસ હાથ ધરી હતી. આરોપી રાહત્પલ પ્રમોદકુમાર ગુા (રહે વડોદરા)ને ઝડપી લીધો હતો અને બાદમાં રાજકોટ લાવી જેલહવાલે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ મેહત્પલે સસ્તામાં હોલી ડે પેકેજના નામે ફરિયાદી વેપારી ઉપરાંત અન્ય ૨૧ વ્યકિતઓ સાથે પણ આ પ્રકારે છેતરપિંડી કરી હોય અને છેતરપિંડીનો આંકડો કુલ ૨૪,૭૫,૮૬૦ હોવાનું માલુમ પડું હતું.જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ઐંડાણપૂર્વક તપસ હાથ ધરી ગુનાના કામે વપરાયેલ મોબાઈલ નંબરની વિગતો મેળવી તેનું ટેકનિકલ એનાલિસિસ કરી આરોપી રાહત્પલ પ્રમોદ ગુાની ઓળખ મેળવી લઈ અને તેની વડોદરા તથા અમદાવાદ ખાતે ઓફીસ હોવાની વિગત મળતા તપાસ કરતા બંને ઓફિસ બધં કરી તે નાસી ગયો હોવાનું માલુમ પડું હતું બાદમાં આરોપીના રહેણાંક સરનામે તપાસ કરતા તે અહીં પણ મળી આવ્યો ન હતો. આરોપી સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી આરોપીના હાલના નંબર મેળવી તેના આધારે તપાસ હાથ ધરી તેનું લોકેશન મેળવી આરોપી રાહત્પલ પ્રમોદકુમાર ગુા રહે વડોદરાને ઝડપી લીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application