ડ્રીમ ઇલેવનની ટીમમાં રૂા.૨.૭૫ લાખ જીત્યા હોવાનું કહી કોર્પેારેશનના કર્લાક સાથે ૨.૯૮ લાખની ઠગાઇ

  • March 13, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વિમલનગર મેઇન રોડ પર રહેતા અને કોર્પેારેશનમાં લીગલ શાખામાં જુનિયર કલાર્ક તરીકે નોકરી કરનાર યુવાનને ઇન્સ્ટાગ્રામ પર ડ્રીમ ઇલેવનની જાહેરાત જોઈ કિલક કરતા તેણે પિયા ૨.૭૫ લાખ જીત્યા છે. તેવો મેસેજ આવ્યો હતો બાદમાં આ રકમ વીડ્રો કરવાના બહાને અલગ–અલગ ચાર્જિસના નામે યુવાન પાસેથી કુલ પિયા ૨.૯૮ લાખ ઓનલાઈન મેળવી લઇ તેની સાથે છેતરપિંડી– વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.

છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વિમલનગર મેઈન રોડ પર મંગલ પાંડે ટાઉનશીપમાં રહેતા ચિરાગ નાનજીભાઈ ખીમસુરીયા (ઉ.વ ૩૦) નામના યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટ કોર્પેારેશનમાં લીગલ શાખામાં જુનિયર કલાર્ક તરીકે નોકરી કરે છે. ગત તારીખ ૧૪૧૦ ના રોજ સાંજના સમયે તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જોતા હતા ત્યારે રાધેશ્યામ જીકેબી નામના એકાઉન્ટમાં ડ્રીમ ઇવેવનની જાહેરાત જોઈ હતી જેમાં આપેલી લિંક પર કિલક કરતા ડાયરેકટ વોટસએપ ચેટ શ થયું હતું જેમાં ૩૫૦ પિયા પ્રથમ માસ માટે મેમ્બરશીપના લીધા હતા.બાદમાં અમુક રકમ જીતવા ટીમ બનાવવા પિયા ૯૯૯ પણ આ મોબાઈલ નંબરમાં યુવાને પેટીએમથી ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં વોટસએપમાં મેસેજ આવ્યો હતો કે ડ્રીમ ઇલેવન કંપની દ્રારા ટીમ સિલેકટ થયેલ છે તેનો સ્ક્રીનશોટ પાડીને મોકલ્યો હતો. બાદમાં રાત્રિના દસેક વાગ્યે ફરી મેસેજ આવ્યો હતો જેમાં ડ્રીમ ઇલેવનમાં .૨.૭૫ લાખ જીત્યા હોવાનું મેસેજમાં જણાવ્યું હતું.


બાદમાં યુવાને આ રકમ વિડ્રો કરવા માટે આવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા પ્રથમ પિયા ૭,૧૦૦ ભરવાનું કહ્યું હતું અને તેમાં .૧૦૦ કપાશે અને ૭૦૦૦ રિફડં મળી જશે તેવી વાત કરી હતી જેથી યુવાને આ રકમ પેટીએમ કરી હતી બાદમાં કુલ રકમના ૧૦ ટકા એટલે કે પિયા ૧૬,૫૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદ પિયા ૪૧,૫૦૦ યુવાન પાસેથી ચેકથી જમા કરાવ્યા હતા. ત્યારબાદ .૯૭,૦૦૦ ગુગલ પે અને પિયા ૨૭,૫૦૦ ગુગલ પે મારફત ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ કુલ પિયા ૨.૯૮ લાખ યુવાન પાસેથી મેળવી લઈ આ રકમ પરત નહીં આવતા યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડું હતું. જેથી તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.

યારે અન્ય એક બનાવમાં કુવાડવા રોડ ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર–૧ ડી માર્ટ બાજુમાં રહેતા જયભાઈ અનિલભાઈ રાઠોડ(ઉ.વ ૨૨) દ્રારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે સુરતના વરાછામાં રહેતા શ્યામ ગોહિલનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મેલડી નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ૩ વર્ષથી ચલાવે છે તારીખ ૨૮૧ ના ફેસબુકમાં એડ જોતા શ્યામ ગોહિલ નામના આઈડીમાં લોન માટેની જાહેરાત હતી જેથી યુવાને તેનો સંપર્ક કરી પર્સનલ લોન ધંધા માટે જોઈતી હોવાનું મેસેજ કર્યેા હતો. બાદમાં જરી કાગળલ મોકલી આ શખસે કહ્યા મુજબ .૪,૦૦૦ તેને ગુગલ પે મારફત ટ્રાન્સફર કર્યા હતા . બાદમાં ગત તારીખ ૧૬૨૨૦૨૪ ના આ શખસે ફોન કરી કુવાડવા રોડ પર હોટલમાં બ મળવા બોલાવતા યુવાન અહીં ગયો હતો. તેણે કહ્યું હતું કે, તાત્કાલિક પિયા ૨૦૦૦ આપો જેથી યુવાને પિયા ૨૦૦૦ આપ્યા હતા. ત્યારબાદ યુવાનની લોન મંજૂર થઈ ન હોય આ શખ્સનો સંપર્ક કરતા તેણે ગાળો આપી હતી અને કહ્યું હતું કે, તારા પિયા નથી આપવા તું થાય તે કરી લેજે. આમ યુવાન સાથે પિયા ૬,૦૦૦ ની છેતરપિંડી થયા અંગે તેણે પ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં અરજી કર્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application