નોકરી અપાવવાના બહાને અમરેલીના શખસ સાથે રૂા.૬૦ લાખની છેતરપિંડી

  • May 29, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી નોકરીની લાલચ આપીને ગઠિયા ગેંગે અમરેલીના પત્રકાર સહિતના વ્યકિતઓ પાસેથી પિયા ૬૦ લાખ ખંખેરી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ચબરાક ગઠિયાએ સરકારી તંત્રની જેમ જ અખબારમાં નોકરીની જાહેરાત છપાવ્યા પછી શીશામાં ઉતરેલા ફરિયાદીને કથિત આઇએએસ અધિકારી ગુા સાથે જુના સચિવાલયમાં મુલાકાત કરાવી હતી. આટલેથી નહીં અટકતાં તેણે ગાંધીનગરમાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં જ પરીક્ષા લેવાનું નાટક પણ રચ્યુ હતું અને કાયમી નોકરીના વર્ગ ૩ના ઓર્ડર પણ કાઢા હતાં. હવે આ મામલો સેકટર સાત પોલીસ સ્ટેશન પહોંચી ચૂકયો છે અને આઈએએસ ગુા કોણ અધિકારીને ખબર નથી ને ભરતીના નામે ૬૦ લાખ પડાવીયા ની ફરિયાદ કરી છે આઇએસ ગુા સામે છેતરપિંડીની એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે અહીંયા આરોપીએ પોલીસ અધિકારીઓ સામે અગાઉની અપહરણની હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી.

ચોંકાવનારો આ બનાવ જોકે ગત વર્ષે મે મહિના દરમિયાન બન્યો હતો. જેની ફરિયાદ અમરેલીમાં લીલીયા રોડ પર શીવ રેસીડેન્સીમાં રહેતા ખાનગી ચેનલના પત્રકાર હરેશ ભીખાભાઇ ટાંક પરીચિત યુવાને ગાંધીનગરમાં સેકટર ૭ પોલીસ મથકમાં નોંધાવી છે. તેમાં આરોપી તરીકે દાહોદના રહેવાસી વિનોદ મંગળદાસ પટેલનું નામ આપ્યુ છે. આ ઉપરાંત આઇએએસ અધિકારી ગુા તરીકેની ઓળખ આપનાર વ્યકિતને દર્શાવ્યો છે. હરેશને તેના મિત્ર અમરેલીમાં જ રહેતા રણજીતસિંહે ગત મે મહિનામાં ગાંધીનગરમાં જુના સચિવાલયમાં જ વિનોદ પટેલની ઓળખાણ દાહોદના નિવૃત શિક્ષક તરીકે અને મિડીયાના માણસ તરીકે કરાવી હતી. પરિણામે પરિચય આગળ વધ્યો હતો.

આ દરમિયાન વિનોદ પટેલે અખબારમાં છપાયેલી ઉધોગ નિગમ એકમ અને ગ્રાન્ટ ઇન એઇડ નિગમના નામથી વર્ગ ૩ અને વર્ગ ૪ના કર્મચારીની ૭૫ જગ્યાની ભરતી કરવા સંબંધેની જાહેરાત બતાવીને અધિકારી સલાથે સેટિંગ હોવાનું કહી પિયા ૨૦ લાખ આપવાથી કાયમી સરકારી નોકરી મળી જશે તેવી વાત કરી હતી.
વિનોદ પટેલે બાદમાં કોઇ સગા સંબંધિને નોકરીની જર હોય તો પણ કહેવાનું જણાવતાં હરેશ ટાંકે પોતાની પત્ની ધર્મિ ાબેન અને દિકરા જેનિલ માટે સેટિંગ કરવાનું કહેતા વિનોદે મેઇલ મોકલીને ઓનલઇન ફોર્મ ભરવા જણાવ્યુ હતું. દરમિયાન હરેશ ટાંકે તેના મિત્ર અલ્પેશગીરીને આ મુદ્દે જણાવતા તેણે પણ પોતાના ભત્રીજા અને પરિચિત રવિ રથવી માટે ફોર્મ ભરાવ્યા હતાં. આ તમામે મળીને પિયા ૩૦ લાખ એડવાન્સ આપવાની સાથે નોકરીના ઓર્ડર મળ્યે થી બાકીના ૩૦ લાખ આપવા નક્કી કર્યુ હતું. દરમિયાન વિનોદ પટેલે ફરી મેઇલ મોકલીને બાલાસિનોરની સરશ્વતી હાઇસ્કુલ અને ગાંધીનગરમાં સેકટર ૧૭માં સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં પરીક્ષા આપી શકાશે. તેમ જણાવતા ગાંધીનગર નજીક પડતું હોવાથી અહીં આવીને પરીક્ષા પણ આપી હતી.

ગત ડિસેમ્બર મહિનામાં તમામને નોકરીના ઓર્ડર લેવા બોલાવ્યા હતાં. ત્યારે ફોનમાં ઓર્ડર બતાવીને પિયા ૩૦ લાખ બીજા લઇ લીધા પછી પોસ્ટ મારફતે ઓર્ડર આવશે તેમ જણાવ્યુ હતું. પરંતુ કાયમી સરકારી નોકરીના ઓર્ડર કયારેય આવ્યા જ ન હતાં

નાણા પરત માગતા ફીટ કરાવવાની ધમકી આપી
જુના સચિવાલયમાં ફોનમાં નોકરીના ઓર્ડર બતાવ્યાના ૧૦ દિવસ બાદ પોસ્ટથી નોકરીના ઓર્ડર નહીં આવતાં હરેશ ટાંકે પૂછપરછના ફોન કરવા શ કર્યા ત્યારે વિનોદ પટેલે વાયદા શ કર્યા હતાં. પરંતુ આખરે નાણા પરત આપવાની વાત કરતાં પૈસા પણ નહીં મળે અને નોકરી પણ જશે તેમ જણાવ્યુ હતું. આ ઉપરાંત ફીટ કરાવી દેવાની ધમકી આપીને વિનોદ પટેલે કહ્યુ હતું, કે થઇ થઇને મને બે મહિનાની જેલ થશે. પોલીસ પણ મા કઇં બગાડી શકશે નહીં અને ઉલ્ટાના તમારે હાઇકોર્ટના ધક્કા ખાવા પડશે


ગુપ્તાએ કહ્યું કે ચૂક થશે તો વહીવટ પરત મળશે
વિનોદ પટેલે ફોન કરીને હરેશ ટાંક અને અલ્પેશગીરીને જુના સચિવાલયમાં બોલાવ્યા હતાં. જયાં વિનોદ પટેલ જીજે ૨૦ એએચ ૨૩૦૭ નંબરની ઇનોવા કારમાં કોઇની સાથે બેઠો હતો અને મોબાઇલ સ્વીચ ઓફ કરીને ગાડીમાં બેસવા જણાવ્યુ હતું. તેણે અજાણ્યા વ્યકિતની ઓળખ આઇએએસ ગુા તરીકે આપી હતી. જેણે એમ જણાવ્યુ હતું, કે વિનોદભાઇ કહે તે પ્રમાણે વહીવટ કરી દો, બાકીનું હત્પં જોઇ લઇશ અને જો કોઇ ચૂક થશે અને નોકરી નહીં મળે તો તમારો વહીવટ પરત મળી જશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application