શહેરમાં સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે.ત્યારે વધુ એક ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે. રૈયા રોડ પર યોગીનગરમાં રહેતા વૃધ્ધનો પુત્ર ગુજસીટોકના ગુનામાં જેલહવાલે હોય તેને જેલમાં પીધેલી હાલતમાં પડકયો હોવાનું કહી ક્રાઇમ બ્રાચ અને જેલના કર્મચારીની ઓળખ આપી .૪ લાખ મેળવી લઇ છેતરપિંડી કરવામાં આવી હતી.આ અંગે યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રૈયાચોકડી પાસેના યોગીનગર શેરી નં ૧માં રહેતા પ્રફુલભાઈ આણંદજીભાઈ કકકડ (ઉ.વ.૭૨) નામના વૃધ્ધએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ગત.તા.૧૩૭ના અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો અને કહ્યું કે,રાજકોટ સેન્ટ્રલ જેલમાં નોકરી ક છું.તમારા પુત્રને ગાંધીનગર સ્કવોર્ડે જેલમાં પીધેલ હાલતમાં પકડી લીધેલ છે. અને સેટીંગના પાંચ લાખ માંગે છે.જેથી આટલા પિયા ન હોવાની વૃધ્ધ સામે કહેતા છેલ્લે .૧ લાખ આપવા પડશે નહીંતર તમારા પુત્રને મારશે અને બન્નેને બીજા કેસમાં ફીટ કરી જેલ બદલી કરી નાખશે તેવી ધમકી આપી હતી. આ અંગે વૃધ્ધે તેના મિત્રને કહી પૈસા ટ્રાન્ફર કર્યા હતા.બાદ ગત.તા.૨૦૭ના પોપટપરા સેન્ટ્રલ જેલની ઓળખ આપી બાકી રહેલા પૈસાની માંગણી કરી હતી. જેથી વૃધ્ધે ફરી તેના મિત્રને કહી પૈસા આપ્યા હતા.અને ગત.તા.૨૮ના જેલમાં રહેલા પુત્ર સાથે મુલાકાત કરેલ ત્યારે આ બાબતની વાત કરતાં તેની સાથે આવું કાંઈ જ નહીં થયાની વાત કરતા વૃધ્ધને છેતરપિંડી થઇ હોવાની જાણ થતા યુનિ.પોલીસમાં તેઓની સાથે .૪ લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech