સિમેન્ટના વેપારી પાસેથી ઉધારમાં લઇ રૂ.28.13 લાખની છેતરપિંડી: ફરિયાદ

  • February 29, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અટલ સરોવાર કામનો પેટા કોન્ટ્રાકટ રાખનાર શખસે ઉધારમાં સિમેન્ટ મંગાવી રૂ.28.13 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ રાજકોટમાં કાલવાડ રોડ પર રહેતા વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

કાલાવડ રોડ પરની સૂર્યોદય સોસાયટી શેરી નં.1માં કૈલાસ એપાર્ટમેન્ટમાં રહેતાં નરેન્દ્રભાઈ વૃજલાલભાઈ ચંદારાણા (ઉ.વ.65) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર બની રહેલા અટલ સરોવરના કામના પેટા કોન્ટ્રાકટર નદીમખાન બી. યુસુફભાઈ (રહે.આઈઓસી સામે, જામનગર રોડ)નું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી પંચનાથ મંદિર પાસે શ્રી ચંદારાણા સેલ્સ કોર્પોરેશનના નામે લોખંડ, સિમેન્ટ અને બાંધકામને લગતી વસ્તુઓનો વેપાર કરે છે. આરોપીની સાથે ઘણા સમયથી વેપાર કરે છે. આરોપીને અટલ સરોવરના કામ માટે સિમેન્ટની જરૂરીયાત હોવાથી બંને પક્ષો વચ્ચે ડીલ થઈ હતી.જે મુજબ આરોપીએ 15 દિવસમાં પેમેન્ટ કરવાનું નકકી થયું હતું.શરૂઆતમાં આરોપીએ ર44 ટન લુઝ સિમેન્ટ મંગાવી તેના રૂા.14.39 લાખ સમયસર આપી દીધા હતા.

ત્યારબાદ આરોપીએ ગઈ તા.26- 10-2020 અને 30-10-2020ના રોજ 473 ટન સિમેન્ટનો ઓર્ડર આપ્યો હતો. જેની કિંમત રૂા.27.74 લાખ થતી હતી. પરંતુ આરોપીએ સમયસર પેમેન્ટ નહીં કરતાં સાઈટ પર મળવા ગયા હતા. જયાં આરોપી અને બિંદીયાબેનને પેમેન્ટની વાત કરતા બિંદીયાબેને જણાવ્યું કે પેમેન્ટ થોડું મોડું થયું છે, પરંતુ તમને તમારૂ પેમેન્ટ મળી જશે. આ પછી તેણે સિમેન્ટની 120 બેગ મોકલી આપી હતી. આ રીતે તેને કુલ રૂા.28.13 લાખ આરોપી પાસેથી લેવાના હતા.
અવાર-નવાર ઉઘરાણી કરતાં આરોપીએ કહ્યું કે, તેણે કયુબ ક્ધસ્ટ્રકશન એન્જીનિયરિંગ લીમીટેડના બિંદિયાબેન શાહ પાસેથી પેટા કોન્ટ્રાકટ રાખ્યો છે. જેણે તેને બિલના પૈસા આપ્યા નથી. જેથી તે હવે પેમેન્ટ કરી શકશે નહીં. જો કે બાદમાં આરોપીએ પોતાની પેઢી એન.કે. પ્રોજેકટ ક્ધસ્લટન્સીના નામથી બે ચેક આપ્યા હતા ત્યારબાદ આરોપીએ બંને ચેકનું પેમેન્ટ સ્ટોપ કરાવી દેતાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતા અંતે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application