અમદાવાદના વધુ એક શખ્સને સાયબર સેલ પોલીસે દબોચી લીધો: રૂ. સવા બે લાખનો મુદ્દામાલ કબજે: અન્ય એક રાજકોટનો આરોપી પણ ઝડપાયો હતો
ભાણવડમાં રહેતા એક આસામી પાસેથી ફાઇનાન્સ કાર્ડનો ઓટીપી મેળવીને છેતરપિંડી કરવા સબબ અગાઉ ઝડપાયેલા રાજકોટના એક આરોપી બાદ જિલ્લા સાયબર સેલ પોલીસે અમદાવાદના વધુ એક શખ્સને ઝડપી લીધો હતો.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રહેતા એક આસામીને ફોન ઉપર બજાજ ફાઇનાન્સ કાર્ડ પર લોન આપવાની વાત કરી અને ઓ.ટી.પી. મેળવી લીધા બાદ જુદી જુદી ચીજ વસ્તુઓની ખરીદી તેના કાર્ડ ઉપર થઈ ગઈ હોવાથી આ અંગે જે-તે આસામી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ બનાવ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને આ પ્રકરણમાં રાજકોટના ભાવનગર રોડ ઉપર રહેતા સાગર દિનેશ સોલંકી નામના 24 વર્ષના શખ્સની અટકાયત કરી લેવામાં આવી હતી. આ અંગેની પોલીસ દ્વારા કરવામાં આવેલી વધુ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં લીમડી ચોક ખાતે રહેતા મોહમદ અલમાસ મોહમ્મદ સલીમ શેખ નામના 26 વર્ષને પણ વર્ષના શખ્સને પણ પોલીસે ઝડપી લીધો હતો.
આ પ્રકરણ સંદર્ભે પોલીસની પૂછતાછમાં બી.કોમ. સુધી ભણેલા આરોપી મોહમ્મદ અલમાસ શેખ કે જે અમદાવાદ ખાતે રહી, અને રેડી મેઈડ કપડાનો વ્યવસાય કરે છે. તેના દ્વારા ઉપરોક્ત ગુના સંદર્ભે અગાઉ પકડાયેલા સાગર સોલંકી બજાજ ફાઇનાન્સના કાર્ડ ઉપર લોન કરાવી આપવાની જાહેરાત મૂકી અને લોન કંપનીના એજન્ટ તરીકે લોકોને વિશ્વાસમાં લેતા હતા. તેના દ્વારા ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી બજાજ કાર્ડની માહિતી તેમજ પાસવર્ડ મેળવીને આ ઓટીપી અમદાવાદ રહેતા મોહમ્મદ અલમાસ મોહમ્મદ સલીમને મોકલી આપવામાં આવતો હતો અને આ ઓટીપીના આધારે તે બજાજના કાર્ડ ઉપર લોન કરાવીને એસી, લેપટોપ, મોબાઈલ ફોન જેવી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની ખરીદી કરતો હતો. આ ચીજ વસ્તુઓ તે અન્ય જગ્યાએ વહેંચી અને નફો મેળવી અનેક લોકોને સીસામાં ઉતાર્યા હોવાની કબુલાત તેના દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસે આરોપી પાસેથી રૂપિયા 82,818 ની કિંમતના બે એસી, રૂપિયા 1.20 લાખની કિંમતના બે લેપટોપ તેમજ 23,097 ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે.
આમ, આ સમગ્ર ચીટિંગના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સાયબર ક્રાઇમ પી.આઈ. ડી.એચ. ભટ્ટ, પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ચાવડા, હેમંતભાઈ કરમુર પબુભાઈ ગઢવી, મુકેશભાઈ કેસરિયા, મુકેશભાઈ નંદાણીયા તેમજ દિવ્યરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
કોઈપણ વ્યક્તિને ઓ.ટી.પી. જેવા પર્સનલ ડેટા ફોન ઉપર શેર ન કરવા તેમજ જરૂર પડ્યે ખરાઈ કરીને જ આ પ્રકારના આર્થિક વ્યવહાર કરવા જાગૃત રહેવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આમ જનતાને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech