કુરંગા પાસે ગત રાત્રિના ડીવાયએસપીની સરકારી બુલેરો સહિત ચાર‌ વાહનનો અકસ્માત સર્જાયો 

  • April 24, 2025 11:14 AM 

ત્રણ જેટલા પોલીસ કર્મીઓને ફેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ 


દ્વારકા થી 30 કિલોમીટર દૂર આવેલ કુરંગા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે ગત મધ રાત્રીના અંદાજિત અઢી વાગ્યા ની આસપાસ ચાર વાહનો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં દ્વારકાના ડીવાયએસપીની સરકારી બુલેરો કાર તેમજ તેમની પ્રાઇવેટ કાર એક સ્વીફ્ટ ડીઝાયર તેમજ એક ટેમ્પો ટાવેરા મીની બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રન જેટલા પોલીસ કર્મીઓને ફેક્ચર સહિતની નાની મોટી ઇર્જાઓ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.


જોકે આ અકસ્માતમાં એક સરકારી બોલેરો ડીવાયએસપીની તેમજ ડીવાયએસપીની પ્રાઇવેટ કાર પણ હોવાનું જાણવા મળ્યું છે. મધરાત્રિના આ અકસ્માત સજાયો હતો. ત્યારે અકસ્માત બાદ એક સ્વીફ્ટ કાર રોડ પરથી નીચે ઉતરી ગયેલ નજર પડી હતી. તેમજ સરકારી બુલેરો કાર ટેમ્પો ટવેરા બસ અને પોલીસની પ્રાઇવેટ ગાડી ત્યાં હોટલ પાસે સાઈડમાં રાખી મુકવામાં આવી હતી. આ અકસ્માત અંગે દ્વારકા પીઆઇનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો નથી. આ લખાઈ છે ત્યાં સુધી હજુ પોલીસ ચોપડે અકસ્માતની નોંધ લેવાઈ નથી. જોકે પોલીસ અધિકારીની પ્રાઇવેટ કાર તેમજ સરકારી બુલેરો કાર હોય શું પોલીસ ચોપડે નોંધ લેશે કે નહીં તે જોવાનું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application