રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલ આગમાં બાળકો સહિત નિર્દોષ લોકોના જીવ ગયા બાદ સરકારની આંખ ઉઘડી હતી અને રાજ્યભરમાં આવેલા ગેમ ઝોન સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઇ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ગઈકાલ રજાના દિવસે સવારી જ વિવિધ ટીમો બનાવી શહેરના ગેમ ઝોન ખાતે તપાસ કરતા ત્રણ મુખ્ય ગેમ ઝોન મંજૂરી વગર જ ધમધમતા હતા. જ્યારે ફન વર્લ્ડમાં એનઓસી સર્ટિફિકેટની મુદત પૂર્ણ ઇ હોવાનું સામે આવતા તંત્ર દ્વારા ચારેય ગેમ ઝોનને સીલ મારી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
વર્ષોી કાર્યરત ગેમ ઝોન નિર્દોષ લોકોના જીવ ગયા બાદ તંત્રને સીલ કરવાનું ડહાપણ આવ્યું હતું પરંતુ અત્યાર સુધી મંજૂરી વગર કાર્યરત ગેમ ઝોનની તપાસ પણ ન કરવામાં આવતા તંત્રની મીઠી નજર હેઠળ કાર્યરત ઈ ધીકતો ધંધો કરતો હોવાનું ખુલ્યું હતું. મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે સધન ચેકિંગ હોવાનો દાવો કરે છે. પરંતુ ભવના ગ્રાઉન્ડમાં જ ચાલતી ગેરકાયદેસર રાઈડો કોની પરવાનગીી ચાલતી હતી તે અંગે પણ પ્રર્શ્ના સર્જાયા છે . ભવનામાં તો જાણે કે મેળો ભરાયો હોય તેમ આડેધડ ચકડોળ ની રાઇડ ધમધમતી હતી પીજીવીસીએલ દ્વારા એક પણ રાઈડને કનેક્શન આપવામાં ન આવ્યા હતા ત્યારે જનરેટર અને જમીન પર પારેલા વાયરો જીવનું જોખમ સર્જે તેમ હોવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી ભવના વિસ્તારમાં કાર્યરત ચકડોળ ધારકો સામે કાર્યવાહી કરવામાં આંખ આડા કાન જ કરવામાં આવતા હતા ત્યારે રાજકોટનો બનાવ બન્યા બાદ તંત્ર દ્વારા તાબડતોબ શનિવારે રાત્રે જ ભવના વિસ્તારમાં ચાલતી તમામ રાઈડોને બંધ કરાવી દીધી હતી. જોકે આ કામગીરી ’ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત’ની જેમ ન બની રહે તે માટે તળેટી વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી રાઈડને કાયમી બંધ કરવામાં આવે તેવી પણ લોકોમાંી માંગ ઉઠી છે.
શહેરમાં ગઈકાલે રવિવારે રજા ના દિવસે પણ મહાનગરપાલિકા તંત્ર કામગીરીમાં વ્યસ્ત હોય તેમ ગઈકાલે કમિશનર ડો ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ વિવિધ અધિકારીઓ સો બેઠક બાદ શહેરના સુરજ ફન વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક, સુરજ સિનેપ્લેક્સ, હોટલ ફર્ન, ગેમ્સ પોઇન્ટ ઉપરકોટ ચાર સ્ળોએ મહાનગરપાલિકા, પોલીસ વિભાગ ,પીજીવીસીએલ ,ફાયર સહિતના અધિકારીઓ દ્વારા સંયુક્ત ચકાસણી હા ધરાઈ હતી. તપાસ દરમિયાન સુરજ ફન વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ટોરાટોરા, રાઈડ દૂર કરવામાં આવી હતી જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કમાં ચાલતી બાકીની રાઈડને ચાર્ટર્ડ એન્જિનિયર મારફત રી ઇન્સ્પેક્શન કરાવી રિપોર્ટ રજૂ કરવા તેમજ તપાસમાં ફાયર એનઓસીની મુદત પણ પૂર્ણ તેમજ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ વ્યવસાય વેરા તા બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ અને સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પણ રજૂ ન તા મહાનગરપાલિકા દ્વારા તેને સીલ મારવામાં આવેલ હતા. આ ઉપરાંત સુરજ સિનેપ્લેક્સમાં આવેલ રોયલ ગેમ ઝોન માં ફાયર એનઓસી ન હતું અને શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તા કલેકટર કચેરી પાસેી ગેમ ઝોન ચલાવવા પરવાનો જ ન હોવાી તેને પણ સીલ મારવામાં આવ્યું હતું.
ગિરનાર રોડ પર આવેલ હોટલ ફર્ન અને ઉપરકોટમાં આવેલ ગેમ્સ પોઇન્ટ માં મામલતદાર અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ દરમિયાન શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન ન હતું અને કલેક્ટર કચેરીની પરવાનગી પણ ન હતી જેી તંત્ર દ્વારા બંને ને સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.શહેરમાં બાળકો માટે સૌી વધુ લોકપ્રિય હોય તેવા ભવના તળેટી ગ્રાઉન્ડમાં ચાલતી રાઈડ મંજૂરી વગર જ ચાલતી હતી તેમજ સૌી મહત્વની બાબતમાં જનરેટર ી સંચાલિત ચગડોળના વાયરો જમીન પર જ હોવાી શોર્ટ સર્કિટની શક્યતા વધુ રહેતી હોય છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ ી ચાલતા જનરેટરમાં આકસ્મિક ધડાકો ાય તો આસપાસ જંગલ વિસ્તાર હોવાી આગ વિકરાળ સ્વરૂપ પણ લઈ શકે પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા ભવના ગ્રાઉન્ડમાં મંજૂરી વગર ચાલતા હોવા છતાં કોઈપણ ચકડોળ સામે કાર્યવાહી કરવામાં આવી ની પરંતુ રાજકોટનો બનાવ બન્યો બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને તાબડતોબ બનાવના જ દિવસે રાતી જ તળેટી ગ્રાઉન્ડમાં ચાલતી તમામ ગેરકાયદેસર રાઈડ બંધ કરાવી દીધી હતી. ત્યારે આગામી દિવસોમાં આવા ગેરકાયદેસર ચકડોળ ચલાવતા લોકો સામે કેટલી કડકાઈ રાખે છે તે અંગે પણ મીટ મંડાઇ છે.
મોલ, શાળા, કોલેજ, હોસ્પિટલમાં શે ચકાસણી
મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં વધુ અવર-જવર હોય તેવા સ્ળોની પણ ફાયર સેફટીની ચકાસણી હા ધરશે. કમિશ્નર ડો ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં મનપાની ટીમ વિવિધ અધિકારીઓને સો રાખી ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ ડી માર્ટ, રિલાયન્સ મોલ, રિલાયન્સ ડિજિટલ, સુપર માર્કેટ, ટીંબાવાડી રોડ પર ક્રોમા, તળાવ દરવાજા ખાતે આવેલ વી માર્ટ ભવના તળેટી ખાતે આવેલ રોપવે તા સકરબાગ, મ્યુઝિયમ અને સિનેમા ઘર, શાળા કોલેજો અને હોસ્પિટલોમાં ફાયર સેફટીની ચકાસણી હા ધરશે. શહેરમાં અનેક બિલ્ડીંગો, હોસ્પિટલોમાં અને શાળાઓમાં પૂરતી પાર્કિંગ વ્યવસ પણ ની ત્યારે તંત્ર આ બાબતે પણ કડક કાર્યવાહી કરે તેવી લોકોમાંી માંગ ઉઠી છે.
ફાયર સેફટી મામલે કડક કામગીરી શે?
શહેરમાં અગાઉ પણ ફાયર સેફટી મામલે અનેક વિસ્તારોમાં ટ્યુશન ક્લાસીસો અને હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી શહેરના અનેક વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ તા બહુમાળી બિલ્ડીંગોમાં ટ્યુશન ક્લાસીસો, દુકાનો અને હોસ્પિટલો ધમધમી રહી છે મોતીબાગ સહિત અનેક વિસ્તારોમાં તો અનેક અંડર ગ્રાઉન્ડ અને બહુમાળી બિલ્ડીંગોમાં ટ્યુશન ક્લાસીસો ધમધમી રહ્યા છે તંત્ર દ્વારા અગાઉ તેની સામે કડક કાર્યવાહી પણ કરી હતી તે પૈકી અમુક ક્લાસીસ સંચાલકો શાળા સો સંકળાયેલા હોવાી વિર્દ્યાીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા આવે છે. ત્યારે મહાનગરપાલિકા આવા સ્ળોની તપાસ કરે તો અનેક ખામીઓ મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech