પોરબંદરી ઉપડતી ચાર ટ્રેનો સમારકામના કારણે ૧૬ દિવસ માટે બંધ રહેતા મુસાફરોમાં રોષ વધ્યો

  • March 21, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા પોરબંદર રેલવે રૂટની પીટ લાઈનમાં ચાલી રહેલા સમારકામને કારણે પોરબંદરી દોડતી ચાર્જ જેટલી ટ્રેનો ૪૩ દિવસ માટે બંધ રહેશે તેવી જાહેરાત તા. ૨૯-૦૨-૨૦૨૪ના રોજ ભાવનગર રેલવે ડિવિઝન તરફી કરવામાં આવી હતી જેમાં તા. ૦૨-૦૩-૨૦૨૪ી તા. ૧૪-૦૪-૨૦૨૪ સુધી ટ્રેન નંબર ૦૯૫૧૬/૦૯૫૧૫ પોરબંદર-કાનાલુસ-પોરબંદર, ૦૯૫૫૨/૦૯૫૫૧ પોરબંદર-ભાણવડ-પોરબંદર, ૦૯૫૪૯/૦૯૫૫૦ પોરબંદર-ભાણવડ-પોરબંદર, ૦૯૫૬૫/૦૯૫૬૮ પોરબંદર ભાવનગર પોરબંદર ટ્રેન ૪૩ દિવસ માટે બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાત બાદ તારીખ ૧૯-૦૩-૨૦૨૪ના રોજ રેલવે વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને આ ટ્રેનને તા.૧૪-૦૪-૨૦૨૪ ને બદલે તા. ૩૦-૦૪-૨૦૨૪ સુધી રદ કરવાની જાહેરાત કરેલ છે ત્યારે આ જાહેરાતને કારણે આ ટ્રેનમાં સફર કરતાં અને કાયમી અપડાઉન કરતાં મુસાફરોમાં તંત્રની ઢીલી કામગીરી અને ઢીલી નીતિ સામે રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application