રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પીઠડીયા ટોલનાકા પાસેથી શંકાસ્પદ કારને ઝડપી લીધી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી ૬૨૯ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે જૂનાગઢના ચાર શખસોને ઝડપી લીધા હતા.દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૪.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પીએસઆઇ ડી.જી.બડવા અને કોન્સ્ટેબલ અબ્બાસભાઈ ભારમલને મળેલી બાતમીના આધારે પીઠડીયા ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલી શંકાસ્પદ કાર નંબર જીજે ૦૧ આર.જી ૧૫૪૯ ને અટકાવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી પિયા ૧.૨૭ લાખનું ૬૨૯ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં રહેતા મિલન ખોડાભાઈ પટોડીયા, સતીશ શશીકાંતભાઈ કયાડા, સોનિક ભીમજીભાઈ પોશિયા અને નરેન્દ્ર દેવજીભાઈ ચાંડેગરાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દાનો આ જથ્થો ચાર મોબાઈલ અને કાર સહિત કુલ પિયા ૪.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપીઓ દા કોની પાસેથી લાવ્યા હતા? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે
સતીષ કયાડા અગાઉ ૧૫૦૦ પેટી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો
દાના જથ્થા સાથે ઝડપાયેલા ચાર શખ્સો પૈકી જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં રહેતો સતીશ કયાડા આગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. જૂનાગઢમાં ગોડાઉન ભાડે રાખી તેમાં દાનો જથ્થો ઉતાર્યેા હતો. પોલીસે અહીંથી ૧૫૦૦ પેટી દાનો જથ્થો ઝડપી લીધો હતો. જે અંગે આરોપી સામે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPLના ઈતિહાસમાં પહેલીવાર બની આ ઘટના, જીતેશ શર્માએ કેપ્ટન બનતાની સાથે જ લીધો મોટો નિર્ણય
May 19, 2024 11:23 PMકોલેસ્ટ્રોલ ઓગળે છે આ ઔષધિની છાલ, હૃદય માટે પણ છે ખૂબ લાભકારી
May 19, 2024 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech