ચોરી થયેલ ૪ મોબાઇલ ફોન કિ.રૂ.૬૬,૦૯૯ ના મુદ્દામાલ સાથે ચાર શખ્સને એલસીબીએ ઝડપી લીધા હતા.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ભાવનગર જિલ્લાના નિલમબાગ, ગંગાજળીયા, મહુવા ટાઉન તથા પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીઓના ગુન્હાઓના આરોપીઓને ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે મનજી દેવજીભાઇ પરમાર (રહે.નાની વાવડી તા.ગારીયાધાર જી.ભાવનગર), ગોપાલ રામભાઇ વાઘેલા (રહે.સનાળી તા.વડિયા જી.અમરેલી) લાલજી ગોવિંદભાઇ વાઘેલા (રહે.નવાગામ તા.ગારીયાધાર) જી.ભાવનગર) અને મઝહર મહેબુબભાઇ ડેરૈયા રહે.તળાવ વિસ્તાર,પાલીતાણા જી.ભાવનગર)ને ઝડપી લઈ વીવો કંપનીનો ઢ૨૨ મોડલનો મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦, સેમસંગ ગેલેક્ષી ખ ૩૩ મોડલનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૭,૦૦૦, ઇન્ફિનીકસ કંપનીનો સ્માર્ટ-૭ મોડલનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૬,૦૯૯ તેમજ વીવો કંપનીનો ટ-૨૭ મોડલનો મોબાઇલ ફોન-૦૧ અને કિ.રૂ.૩૩,૦૦૦ મળી કુલ રૂ.૬૬,૦૯૯નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા આરોપી સામે નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૦ ૧૨૪૦૪૫૨ ઇ.ગ.જ. એકટની કલમ:-૩૦૩(૨) મુજબ, ગંગાજળીયા પોલીસના ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૪૧૦૧૯ ઇ.ગ.જ. એકટની કલમ:-૩૦૩(૨) મુજબ, મહુવા ટાઉન પોલીસના ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫ ૨૪૦૬૫૯ ઇ.ગ.જ. એકટની કલમ:-૩૦૩(૨) મુજબ તેમજ પાલીતાણા ટાઉન પોલીસના ગુ.ર.નં.૧૧૧૯૮૦૪ ૨૨૪૦૧૯૨ ઇ.પી.કો.કલમ:-૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા અને શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech