થાનગઢનો પરિવાર રાજકોટમાં માતાજીના મઢે દર્શન માટે આવ્યો હતો: હત્પડકો ચોકડી પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે હડફેટે લીધા: ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, ચાલક ફરારઆજકાલ પ્રતિનિધિ રાજકોટ રાજકોટમાં તથ્યકાંડ જેવી ઘટના બનતા સહેજમાં અટકી હતી. હત્પડકો ચોકડી પાસે પગપાળા રોડ ક્રોસ કરી રહેલા પરિવારને પુરપાટ ઝડપે ધસી આવેલી સ્વીટ કારના ચાલકે હડફેટે લેતા સાત વર્ષની બાળકી સહિત ચારને ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્યા બાદ કારચાલક પોતાનું વાહન અહીં રેઢું મૂકી નાસી ગયો હતો.આ અંગે થાનગઢમાં રહેતા મહિલાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, થાનગઢમાં ભોલેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા જાગૃતિબા દિવ્યરાજસિંહ ચુડાસમા (ઉ.વ ૩૦) દ્રારા અકસ્માતની આ ઘટના અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે તે તથા તેમની પુત્રી નિત્યાબા(ઉ.વ ૭), જેઠાણી મિતલબા સિદ્ધરાજસિંહ ચુડાસમા, ભાભી હીનાબા સહદેવસિંહ જાડેજા બધા થાનગઢથી રાજકોટ માતાજીના મઢે દર્શન કરવા માટે આવ્યા હતા અહીં કાકાજી સસરાના ઘરે તિપતિ સોસાયટી શેરી નંબર છ કોઠારીયા રોડ પર મઢે દર્શન કરી પરત થાનગઢ ઘરે જવા માટે સાંજના નીકળ્યા હતા. સાંજના ૬:૩૦ વાગ્યા આસપાસ તેઓ હત્પડકો ચોકડીથી આગળ કોઠારીયા બાયપાસ રોડ પર રાધા મીરા હોટલ નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે હત્પડકો ચોકડી તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે તેમને હડફેટે લીધા હતા જેમાં ફરિયાદી જાગૃતિબા તેમની સાત વર્ષની પુત્રી નિત્યાબા તેમના જેઠાણી મિતલબા અને ભાભી હીનાબાને ઠોકર લેતા આ તમામ અહીં રોડ પર પડી ગયા હતા. બાદમાં કારચાલક પોતાનું વાહન અહીં રેઢું મૂકી નાસી ગયો હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થયા હતા એટલી વારમાં ફરિયાદીના કાકાજી સસરા પણ અહીં આવી ગયા હોય તેણે કારનો નંબર જોતા સિલ્વર કલરની સ્વીટ કાર નંબર જીજે૩ એલ.આર ૯૨૩૨ હોવાનું માલુમ પડું હતું. ત્યારબાદ ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદીને જમણા હાથે ખંભાનાભાગે ફ્રેકચર થઈ ગયું હતું યારે તેમની દીકરીને મુંઢ ઈજા પહોંચી હતી તેમના ભાભી હીનાબાને પગમાં આંગળીમાં ફ્રેકચર થઈ ગયું હતું. યારે જેઠાણીને સામાન્ય ઇજા થઈ હતી. આ અંગે મહિલાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્વના કેટલાક દેશોમાં ઓછા થયા એચઆઈવીના નવા કેસ ,મૃત્યુ દર પણ ઘટ્યો
November 27, 2024 06:13 PMલોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલી મહિલા સંશોધકનું દટાઈ જતા મોત
November 27, 2024 05:50 PMજાણો શું છે ફ્રેન્ડશિપ મેરેજ ? શા માટે જાપાનમાં લોકપ્રિય
November 27, 2024 05:19 PMજો સલમાનખાન નો હોત તો આમિરખાન ન આપી શક્યો હોત 2000 કરોડની આ ફિલ્મ
November 27, 2024 04:48 PMવુમન અવેરનેસ કેમ્પઈન પ્રોગ્રામ યોજાયો
November 27, 2024 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech