ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં મેલડી માતાજીની ધાર પાસે રહેતા યુવાન પર મહિલા સહીત ચાર લોકોએ જીવલેણ હુમલો કરાતા હોસ્પિટલ ખસેડાયો હતો. ખેડૂતવાસના ધાર વિસ્તારના રહેતા લોકો સામે અગાઉ ફરીયાદ કરેલી હતી. જેની અદાવત રાખી ધાર વિસ્તારના શખ્સોએ માર મારી મારી નાખવાના ઇરાદે ઉશ્કેરાઇ નિકળેલા અને પરણિતાના પતિને ગાળો આપી જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ઘોઘારોડ પોલીસ મથક ખાતે વર્ષાબેન રાહુલભાઈ વાઘેલા (ઉ.વ.૨૬, રહે.-ખેડુતવાસ મેલડીમાંની ધાર(ઢોરી) મફતનગર અને હાલ બહુચરમાતાના મંદીર પાસે રેખાબેન ગોવિંદભાઈના મકાનમાં ભાડેથી)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ રાહુલભાઈ સુખાભાઈ વાઘેલા આંબાચોકમાં આવેલ સિન્ધ જનરલ હાઉસ નામની કપડાની દુકાનમાં નોકરી કરે છે. ત્યારે તેણીના ઘર નજીકમાં રહેતો લાલજીભાઈ ઉર્ફે કલ્પેશભાઇ રાજુભાઇ રાઠોડ તથા તેના ભાઇ કમલેશભાઇ રાજુભાઇ રાઠોડ તથા કપીલભાઈ રાજુભાઈ રાઠોડ તથા તેના માતા હંસાબેન રાજુભાઇ રાઠોડ નાઓને અગાઉ મેલડી માતાની ધાર પર રહેતા લોકો સાથે મારા મારીનો બનાવ થોડા દિવસ પહેલા બનેલ હતો. અને તેમા તેઓને પોલીસે પકડી લીધા હતા. જેની અદાવતની દાઝ રાખીને તેઓના ઝગડો કરવાના ઇરાદે બે ત્રણ દિવસ થી આમથી તેમ ફરતા હતા. અને ગત તા.૦૪/૦૩/૨૦૨૪ ના રોજ તેણી તથા તેના પતિ ઘરે હતા. અને તેના પતિ ઘરે થી માવો ખાવા માટે નિકળેલ હતા. તેવામાં આશરે રાત્રીના સવા આઠ વાગ્યાની આસપાસ વેલાભાઈની દુકાન પાસે બુમાબુમ થતા તરત જ જોવા ગયેલ તો મહિલા સહીત તમામ લોકો ઉશ્કેરાઈ જઈ ગાળો બોલતા હતા. અને પરણિતાના પતિને માર મારતા હોય તરત જ ત્યાં દોડતી ત્યાં પહોંચતા તેના પતિ રાહુલને તમામ માણસોએ કહેલ કે "તું ધારમા રહે છે જેથી પતિએ હા કહેતા તમામે કહેલ કે આને જ મારી ના નાખવાનો" તેમ કહિ લાલજીભાઇ ઉર્ફે કલ્પેશભાઇએ તેના હાથમા રહેલ ધારીયુ હતું. તેનાથી પરણિતાના પતિને મારી નાખવાના ઇરાદે ગળા ઉપર મારવા જતા નમી જતા ધારીયું પાછળ બરડાના ભાગે વાગી ગયેલ અને તેના પતિ નિચે પડી ગયેલ અને તે વખતે આ લોકોનો હાહાકાર અને બુમબરાડા હોવાથી આજુબાજુના માણસો આવી તેઓની બીક થી દુર જતા રહેલ અને ફરિયાદી નજીક હોય તેની સામે પણ આ લોકો દેકારા કરતા તેઓની બીકથી પાછી નિકળી ગયેલ અને આ ચારેય જણ ગાળો બોલી જે કોઇ બચાવવા વચ્ચે પડ્યા તો તમારી પણ આવી હાલ થઈ જશે તેવું કહિ મારી નાખવાની ધમકી આપતા હોય જેથી કોઇ માણસ તેણીના પતિ નજીક ગયેલ નહિ અને આજુબાજુના માણસો ઘણા દેકારા પડકારા કરતા હુમલો કરનાર ચારેય જણા ગાળો બોલતા અને મારી નાખવાની ધમકી આપતા ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે હુમલામાં રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હોય બનાવ સ્થળે ઉભેલા લોકો અને ઈજાગ્રસ્તના ભાઈ અનિલભાઇ ભાભી સંજનાબેન તથા માતા કંકુબેન વિગેરે આવી સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં યુવાનની હાલત ગંભીર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જે બનાવ મામલે રાહુલ વાઘેલા નામના ઈજાગ્રસ્ત યુવાનના પત્ની વર્ષાબેન દ્વારા ઘોઘારોડ પોલીસ મથકમાં મહિલા સહીત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને જીપીએ કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech