જામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સની ધરપકડ

  • March 10, 2025 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના રણજીતસાગર રોડ કનૈયા પાર્ક સોસાયટી વિસ્તારમાં બે મકાનમાં પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો જેમા બે શખ્સો કુલ ૨૬ બોટલ સાથે ઝપટમાં આવ્યા હતા અને બે શખ્સના નામ ખુલ્યા હતા, તેમજ હાપા યાર્ડથી મેરીયા કોલોની રોડ બાઇકમાં દારૂની બાટલી લઇને નીકળેલા બે શખ્સને દબોચી લીધા હતા તેમજ બાવરીવાસમાં ૩ સ્થળે દેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.


જામનગરના રણજીતસાગર રોડ, મારૂ કંસારા હોલની પાછળ, કનૈયા પાર્ક સોસાયટીમાં રહેતા નરેશ મંગા બગડા નામના શખ્સના મકાને બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની ૨૪ બોટલ કિ. ૧૨ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો. જેમાં દારૂ પુરો પાડનાર જામનગરના દોઢીયા ગામમાં રહેતા વિશ્ર્વજીતસિંહ ઉર્ફે વિશુભા ચાવડાનું નામ ખુલ્યુ હતું. 


અન્ય દરોડામાં મારૂ કંસારા હોલની પાછળ કનૈયા પાર્ક પ્લોટ નં. ૫૬માં રહેતા ધના માણશી સંધીયાના મકાનમાંથી પોલીસે ઇંગ્લીશ દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો જેમાં દિગુભા નામના શખ્સનું નામ બહાર આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.


આ ઉપરાંત ગુલાબનગર રામવાડી વિસ્તામાં રહેતા તેજસ ભરત સાગઠીયા અને પવનચકકી પાસે આવેલ વાલ્મીકી વાસમાં રહેતા નીતીન ડાયા બારીયા નામના શખ્સો સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦સીસી-૬૭૪૭માં વિદેશી દારૂની એક બોટલ લઇને હાપા યાર્ડ મેરીયા કોલોની રોડ પાસેથી નીકળતા પોલીસે પકડી પાડી કુલ ૧૫ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
​​​​​​​

તેમજ જામનગરના ખુલ્લી ફાટક બાવરીવાસમાં અમરાબેન ગોપાલ બાવરીને ત્યાથી ૪ લીટર દેશી દારૂ, ૪૦ લીટર આથી અને ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા હતા. બાવરીવાસમાં જનકીબેન સરજુ વઢીયારને ત્યાથી ૨ લીટર દેશી દારૂ, ૫૦ લીટર આથી અને ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા હતા. બાવરીવાસમાં લક્ષ્મીબેન સુરજ વડીયારને ત્યાથી ૫ લીટર દેશી દારૂ, ૪૦ લીટર આથી અને ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application