શેત્રુંજી જળાશય નજીક ફાસ્ટ ફુટની દુકાનદાર પર ચાર શખ્સનો હુમલો

  • October 07, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાલીતાણા નજીકના શેત્રુંજી જળાશય નજીક નાનીપાણિયાળી ગામ પાસે ફાસ્ટ ફૂટની દુકાન ધરાવતા યુવાન પર વડાળ ગામના ચાર શખ્સોએ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીની દાઝ રાખી યુવાનની દુકાને આવી પાઇપ તેમજ લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવાઈ હતી.
પાલીતાણા રૂરલ પોલીસના જણાવ્યા મુજબ પાલીતાણાના ભૂતિયા ગામે રહેતા અને નાનીપાણિયાળી, શેત્રુંજીજળાશય નજીક મોગલ ફાસ્ટ ફૂટ નામે દુકાન ધરાવતા ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકિયા (ઉ. વ. ૨૭)એ પાલીતાણા તાલુકાના વડાળ ગામે રહેતા ભરત ભગુભાઈ કામળીયા, દીપુ બંધાણીનો પુત્ર, પીઠા કામળીયા અને મંગળુ ભુકણ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતી કે અગાઉ પોતાને ભરત ભગુભાઈ કામળીયા સાથે થયેલી સામાન્ય બોલાચાલીની દાઝે તમામે પોતાની દુકાને આવી ગાળો બોલી પાઇપ તેમજ કુંડળીવાળી લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. પાલીતાણા રૂરલ પોલીસે ભાર્ગવભાઈની ફરિયાદ લઈ ચારેય શખ્સ સામે ગુનો નોંધો બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application