જિલ્લામાં વિદેશી દારુ સંદર્ભે પાંચ સામે કાર્યવાહી
ખંભાળિયામાં ચોખંડા - બજાણા રોડ પરથી પોલીસે વિશાલ રાજપાલ ગમાણા, મુકેશ રાજુભાઈ બામરોલીયા, રવિ દેવરાજ ચાવડા અને નીતિન વેલજી કણજારીયા નામના ચાર શખ્સોને જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કરણ ઉર્ફે કનુ ટપુભા સુમણીયા નામના 23 વર્ષના શખ્સને પોલીસે જગ્યામાં ખાડો ખોદીને છુપાવેલી રૂપિયા રાખેલી રૂ. 17,000 ની કિંમતની 34 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં મુરુભા ઉર્ફે મોડભા મેરૂભા માણેક નામનો શખ્સ ફરારી જાહેર થયો છે.
ખંભાળિયા તાલુકાના હંજરાપર ગામના વાડી વિસ્તારમાં રહેતા રામ પીઠાભાઈ જોગલ (ઉ.વ. 32) ને પોલીસે ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.
ભાણવડ તાલુકાના પાછતર ગામેથી એલસીબી પોલીસે પરેશ નારણ કોડીયાતર નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની બે બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં આરોપી પરેશ કોડીયાતર ફરારી જાહેર થયો છે.
દ્વારકા પોલીસે બરડીયા ગામના નિકુંજ જસાભાઈ નાગેશ નામના 26 વર્ષના રબારી શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવારાણસી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ પાસે જ આગથી ગભરાટ
September 20, 2024 10:56 AMપીએમ નેતન્યાહની હત્યાનું કાવતરૂ નિષ્ફળ, ઈરાને આપી હતી સોપારી
September 20, 2024 10:53 AMમત માટે મહિલાઓના પાકિટ ભારે કરવાની પક્ષોમાં હરિફાઈ
September 20, 2024 10:51 AMમિડલ ઇસ્ટ તરફ જતી તમામ ફ્લાઇટ્સ રદ: ઇઝરાયેલ-લેબનોન તણાવ વચ્ચે ઘણી એરલાઇન્સે લીધો આ નિર્ણય; જુઓ લિસ્ટ
September 20, 2024 10:47 AMનારંગીની છાલ જ નહી પરંતુ સફરજનની છાલ પણ ત્વચાનો નિખાર વધારશે, આ રીતે કરો ઉપયોગ
September 20, 2024 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech