જામનગર તાલુકાના ઠેબા ગામમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી બે મહિલા સહિત ચાર પત્તા પ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગર નજીક ઠેબા માં રહેતી હશીનાબેન ફારુકભાઈ શેખ નામની મહિલા અને જામનગરમાં સાધના કોલોની માં રહેતી જીન્નતબેન નૂરમામદ શેખ કે જેઓ ઠેબા ગામમાં નૂરમામદ અલીભાઈ શેખ અને ઈમ્તિયાઝ ઇશાકભાઈ શેખ નામના અન્ય બે પુરુષો સાથે ગંજી પાના વડે જુગાર રમતાં મળી આવ્યા હતા. પોલીસે ચારેય ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૪,૩૭૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં રહેતા મોહનલાલ ઉર્ફે મામા પરસોત્તમભાઈ મંગે નામના ૭૬ વર્ષના બુઝુર્ગ જાહેરમાં વરલી મટકાના આંકડા લખવા અંગે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. તેઓ પાસેથી રૂપિયા ૪,૫૬૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech