ગોકુલનગરમાંથી જુગાર રમી રહેલા ચાર પત્તાપ્રેમી પકડાયા

  • April 30, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના નો જુગાર રમી રહેલા ચાર શખ્સોની અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાંથી ગંજી પાનાનો જુગાર રમી રહેલા કિશન ધીરુભાઈ અસવાર, અજય કરણભાઈ વાઘેલા, નિલેશ નારણભાઈ કરમુર, અને કરણ મનસુખભાઈ સીતાપરા ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૭૫,૯૮૦ ની માલમતા કબજે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News