છ માસ પછી પૃથ્વી પર પરત ફર્યા ચાર અવકાશયાત્રીઓ

  • September 05, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું સ્પેસએકસ ક્રૂ–૬ છ મહિના પછી સોમવારે તેના ચાર અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર ઉતયુ. છ મહિના સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહ્યા પછી, પસ્પેસ એકસથ કેપ્સ્યુલ પેરાશૂટ દ્રારા લોરિડા એટલાન્ટિક મહાસાગરમાં કિનારે ઉતયુ હતું. પ્રા માહિતી અનુસાર, અવકાશયાત્રીઓની ટીમ મોડી રાત્રે ઉતરી હતી.

અહેવાલ મુજબ, અવકાશયાત્રીઓ, નાસા અને સ્પેસએકસ દ્રારા સંયુકત રીતે સંચાલિત ક્રૂ –૬ મિશનના સભ્યો, રવિવારે સવારે ૭:૦૫ કલાકે સ્પેસ સ્ટેશનથી પ્રસ્થાન કયુ હતું. યારે ક્રૂ સ્પેસથી પૃથ્વીની કક્ષામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ભયંકર ગર્જનાનો અવાજ આવ્યો, જેના કારણે લોકો ગભરાઈ ગયા. જો કે, કેટલાક લોકોએ આ નજારોને ખૂબ જ માણ્યો અને અવકાશયાત્રીઓને પૃથ્વી પર ઉતરતા જીવતં નિહાળ્યા.


રિપોર્ટ અનુસાર, નાસાના અવકાશયાત્રીઓ સ્ટીફન બોવેન અને વોરેન વુડી હોબર્ગ, રશિયાના આન્દ્રેઈ ફેડાયેવ અને સંયુકત આરબ અમીરાતના સુલતાન અલ–નેયાદી આ સ્પેસ મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પાછા ફર્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને આ અંગે એક વીડિયો પણ જાહેર કર્યેા છે. નોંધનીય છે કે સુલતાન અલ–ન્યાદી આરબના પ્રથમ વ્યકિત છે, જે ભ્રમણકક્ષામાં સમય વિતાવ્યા બાદ પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે 'સ્પેસ એકસ'એ એક અઠવાડિયા પહેલા આ અવકાશયાત્રીઓને બદલવા માટે અન્ય મુસાફરોને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા હતા. આ સાથે આ મહિનાના અંતમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ક્રૂમાં વધુ એક ફેરફાર થશે, જે અંતર્ગત બે રશિયન અને એક અમેરિકન વૈજ્ઞાનિક પૃથ્વી પર પાછા ફરશે, જેઓ આખું વર્ષ સ્પેસ સ્ટેશન પર હતા. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે સ્ટીફન બોવેન, વુડી હોબર્ગ, સુલતાન અલેનેયાડી અને એન્ડ્રે ફેડાયેવ તેમના મિશન દરમિયાન ૭૮,૮૭૫,૨૯૨ માઈલની મુસાફરી કરી હતી અને સ્પેસ સ્ટેશન પર ૧૮૪ દિવસ વિતાવ્યા હતા. આ ટીમે પૃથ્વીની આસપાસ ૨,૯૭૬ પરિક્રમા પૂર્ણ કરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application