બાઇક, મોબાઇલ અને ૧૦ બોટલ કબ્જે : ચાર સ્થળે પોલીસ ત્રાટકી
જામનગર અને સિકકા વિસ્તારમાં ઇંગ્લીશ દારુની બોટલોની હેરાફેરી કરનારા ચાર શખ્સોને પકડી લેવાયા હતા, પોલીસે શરાબની બોટલો, એકસેસ બાઇક અને મોબાઇલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.
જામનગરના રાંદલનગરમાં રહેતા વેપારી છેલારામ છીતરમલ ચૌહાણ નામના શખ્સને એકસેસ બાઇક નં. જીજે૧૦ડીએફ-૨૭૭૬માં ઇંગ્લીશ દારુની એક બોટલ લઇને જામનગર-ખંભાળીયા હાઇવે ગ્રીનવીલાના ગેઇટ સામેથી નીકળતા સિકકા પોલીસે પકડી લીધો હતો તેની પાસેથી બાઇક, બોટલ અને મોબાઇલ મળી કુલ ૩૫૫૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જામનગરના વામ્બે આવાસ રોડ, સિઘ્ધાર્થનગર, શેરી નં. ૨માં રહેતા સાગર રામજી માંગલીયાને ઇંગ્લીશ દારુની ૫ બોટલ સાથે તેના મકાનેથી સીટી-સી પોલીસે દબોચી લીધો હતો. જયારે સિકકા શ્રીજી સોસાયટી પાછળ આવેલ તિરુપતી સોસાયટીમાં રહેતા મનોજપુરી ઉર્ફે મનિયો કિશોરપુરી ગોસ્વામીને બેડ પાટીયા પાસેથી ઇંગ્લીશ દારુની બે બોટલ સાથે ઝડપી લીધો હતો.
આ ઉપરાંત જામનગરના ચાંદીબજાર નજીક ઝવેરીની ડેલી પંચરત્ન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧ ખાતે રહેતા વિક્રમસિંહ ખોડુભા જાડેજાને ઇંગ્લીશ દારુની બે બોટલ સાથે સજુબા સ્કુલ રોડ પરથી સીટી-એ પોલીસે અટકાયત કરી હતી.
***
કલ્યાણપુર અને મીઠાપુરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપીઓ ફરાર
કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા બલભદ્રસિંહ ઉર્ફે દશરથસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા રાખવામાં આવેલી વિદેશી દારૂની આઠ બોટલ તેમજ રૂ. ૧૦,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ અને રૂપિયા ૩,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૭,૧૬૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જો કે આરોપી બલભદ્રસિંહ ઉર્ફે દશરથસિંહ પોલીસને હાથ લાગ્યો ન હતો.
અન્ય એક કાર્યવાહીમાં મીઠાપુર પોલીસે રાજપરા ગામના રાજેશભા દેવુભા કુંભાણી નામના શખ્સના રહેણાંક મકાનમાંથી રૂ. ૪,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૦ બોટલ કબજે કરી હતી. આ દરોડા દરમિયાન આરોપી રાજેશભા કુંભાણી ફરાર જાહેર થયો છે. જે અંગેનો ગુનો મીઠાપુર પોલીસમાં નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech