શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના પૂર્વ પ્રમુખ અને જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય વાલજીભાઈ ગોરધનભાઈ ફળદુનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતી. આજ રોજ જુનાગઢ ખાતે તેમનું દુઃખદ અવસાન થયું છે. વાલજીભાઇ ગોરધનભાઈ ફળદુ ઉમિયાધામ ગાંઠીલા મંદિરના પ્રણેતા હતા અને જુનાગઢ જિલ્લા પંચાયતના સૌથી વધુ વખત જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હતા. અનેક બીજી સંસ્થામાં પણ ઘણી સેવાઓ આપી ચૂક્યા છે. તેમના નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
વાલજીભાઈની અંતિમયાત્રા આજે જુનાગઢમાં શાપુર ભવનાથ મંદિર બસ સ્ટેન્ડ પાસેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ સહિતના લોકો જોડાયા હતા.
વાલજીભાઈ સામાજિક સાથે રાજકીય ક્ષેત્રે સારી ઓળખ ધરાવતા
વાલજીભાઈ ઉમિયા માતાજી મંદિર ગાંઠિલાના પ્રણેતા હતા, શાપુર ગ્રામ પંચાયતમાં સરપંચ રહી ચૂક્યા છે. જુનાગઢ જિલ્લા પંચાયતમાં પૂર્વ સદસ્ય પણ રહી ચૂક્યા છે. કડવા પટેલ સમાજ શાપુરના પ્રમુખ હતા. શાપુર ગૌશાળાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. શાપુરની પુષ્ટિમાર્ગીય પુરૂષોત્તમ હવેલીના પ્રમુખ અને શાપુરના જય અંબે ગરબી મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર અને રાણાવાવમાં અસામાજિક તત્વોને ત્યાં હાથ ધરાયું ચેકિંગ
April 01, 2025 02:05 PMપોરબંદરમાં ન્યુડ વિડીયોકોલ સહિત સોશ્યલ મીડિયાના માધ્યમથી પડાવેલા પૈસા અપાયા પરત
April 01, 2025 01:59 PMપોરબંદરની સરકારી હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઝ ૩૦૧ નાના કર્મચારીઓને અપાઈ રાશનકિટ
April 01, 2025 01:58 PMકડક હાથે કામ લેવાની તંત્રએ કરી જાહેરાત
April 01, 2025 01:56 PMશેરી મહોલ્લામાં આવતા ફેરીયાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરો
April 01, 2025 01:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech