બિહારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બિહાર સરકારના પૂર્વ મંત્રીના પિતાની હત્યા કરી દેવામાં આવી છે. હાલ આ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
બિહારના દરભંગામાં વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના વડા તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. દરભંગાના એઅસએસપીએ આ હત્યાની પુષ્ટિ કરી છે. સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે, જો કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે મુકેશ સાહની વીઆઈપી પાર્ટી ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં સામેલ થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડીલ મૂળ તો મુકેશ સાહની અને આરજેડી વચ્ચે થઈ હતી. ચૂંટણી પહેલા મુકેશ સાહની અને તેજસ્વી યાદવનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બંને હેલિકોપ્ટરમાં માછલી ખાતા હતા. નવરાત્રિ દરમિયાન વીડિયો શેર કરવાને કારણે ભારે હોબાળો મચી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘરમાં પડેલા જૂના નકામા સ્વેટરને ફેંકી દેવાને બદલે આ રીતે કરો રિયુઝ
November 15, 2024 01:08 PMરાજકોટ : મવડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરવા બાબતે ચક્કાજામ
November 15, 2024 01:03 PMસાગરપુત્રોની ટ્રીપ દરિયાઈ પ્રદૂષણને કારણે લંબાઇ હોવા છતાં સરકાર જાગતી નથી
November 15, 2024 01:02 PM"આજકાલ"ની ન્યુઝ સ્ટોરી બાદ અસ્માવતી ઘાટની થઈ સફાઈ
November 15, 2024 01:01 PMપોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં બાળ દિવસ ઉજવાયો
November 15, 2024 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech