જામ શત્રુશલ્યસિંહજી મહારાજ એટલે કે જામનગરના જામસાહેબના વારસદાર તરીકે પુર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે અને રાજ પરિવાર તરફથી એક મોટો ઐતિહાસીક નિર્ણય કરવામાં આવ્યો છે.
જામ સાહેબને અંતીમ રાજવી કહેવામાં આવતા હતા અને એમના દિર્ધાયુની પ્રાર્થના સાથે સાથે એવું પણ વિચારવામાં આવતુ હતું કે હવે કોણ જામસાહેબ બનશે, આખરે એ સવાલનો જવાબ ખુદ જામ સાહેબ દ્રારા જ જામનગરની જનતાને આપી દેવામાં આવ્યો છે, આજે વિજયા દશમીના દિવસે જામ સાહેબ દ્રારા જાહેર કરવામાં આવેલા પત્રની અક્ષરસ: વિગતો નીચે મુજબ છે.
''દશેરાનો દિવસ એ દિવસ માનવામાં આવે છે કે પાંડવોએ ૧૪ વર્ષ પોતાના અસ્તીત્વને છુપાવી સફળતાપૂર્વક પુર્ણ કરીને વિજય મેળવ્યો હતો, આજે દશેરાના દિવસે મને પણ તેવો જ આનદં થાય છે કારણ કે મને એક મારી મુંજવણમાંથી ઉકેલ મળ્યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે. જેણે મારા વારસદાર થવાનું સ્વીકાર્યુ છે, અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરૂપ છે. હત્પં અજય જાડેજાનો હાદિર્ક આભાર વ્યકત કરૂં છું''.
ઉપરોકત પત્ર જામ સાહેબ દ્રારા જાહેર કરવામાં આવતાની સાથે જ જામનગરને હવે પછીના જામ સાહેબ મળી ગયા છે અને રાજ પરિવારનો આ નિર્ણય ઐતિહાસીક માનવામાં આવે છે.
પુર્વ ક્રિકેટર અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના એક આધારસ્તભં ઓલરાઉન્ડર તરીકે ભુમીકા ભજવી ચુકયા છે, ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ભારતીય ટીમ વતી સારો દેખાવ કરી ચુકયા છે, જામ રણજીતસિંહજી, જામ દુલીપસિંહજી પછી રાજ પરિવાર તરફથી અજય જાડેજાએ પણ ક્રિકેટમાં જામનગરને નામ અપાવ્યું છે.
તેઓ છેલ્લા ઘણા સમયથી દિલ્હી રહે છે આમ છતા જામનગર સાથેનો એમનો નાતો અતુટ છે, સમયાંતરે તેઓ અહીં આવતા રહે છે અને સ્વાભાવીક રીતે જામનગર સાથે જોડાયેલા રહયા છે, આ દરમ્યાન જ જામ સાહેબ સાથે એમની આ મુદે વાતચીત થઇ હોવાનું માનવામાં આવે છે અને ત્યાર બાદ જ આ મોટો નિર્ણય જાહેર થયો હોઇ શકે.
જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ નાનકડા પત્રમાં ખુબ મોટી વાત કહી દીધી છે એમણે એવો ઉલ્લેખ કર્યેા છે કે મને એક મારી મુંઝવણમાંથી ઉકેલ મળ્યો છે મતલબ કે ખુદ શત્રુશલ્યસિંહજી મહારાજ પણ એ બાબતે ચિંતીત હતા કે હવે પછી જામસાહેબ તરીકે કોની પસંદગી કરવી અને આખરે એમને યોગ્ય પાત્ર મળ્યું છે, સાથે સાથે એમણે એવી પણ વાત કરી છે કે વારસદાર તરીકે અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે પ્રજા માટે આશિર્વાદરૂપ છે.
જામનગર શહેર, જીલ્લામાં ઘણા સમયથી આ બાબતને લઇને ચર્ચાઓ ચાલતી હતી અને જામ શત્રુશલ્યસિંહજીનું સ્થાન કોણ લેશે તે અંગે મત મતાંતરો વ્યકત કરવામાં આવતા હતા, આ સંજોગોમાં ખુદ શત્રુશલ્યસિંહજી મહારાજે એમની હૈયાતીમાં મુંઝવણનો અતં લાવી દીધો છે
અજય જાડેજા જામ સાહેબના ભત્રીજા છે
જામ સાહેબ દ્રારા વારસદાર તરીકે પુર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકોના મનમાં સબંધો વિશે સવાલ ઉઠે તો જણાવી દઇએ કે જામ સાહેબ તથા અજય જાડેજા વચ્ચે કૌટુંબીક કાકા–ભત્રીજાના સંબંધો છે.જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજ જામ દિગ્વીજયસિંહજી મહારાજના પુત્ર છે, જયારે અજય જાડેજાના પિતા દોલતસિંહજી જાડેજા એ પ્રતાપસિંહજીના પુત્ર છે, જામ દિગ્વીજયસિંહજી અને પ્રતાપસિંહજી સગા ભાઇઓ હતા એ રીતે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી અજય જાડેજાના કૌટુંબિક કાકા થાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech