પૂર્વ કેબિનેટમંત્રી બોખીરીયાના પુત્ર એ સાઇબર ક્રાઇમ હેઠળ અજાણ્યા શખ્શ સામે ગુન્હો દાખલ કરાવ્યો છે.
પોરબંદરના વાડીપ્લોટ-૫ ખાતે આકાશ બંગલામાં રહેતા પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાના પુત્ર ડો. આકાશ બી. રાજશાખા (બોખીરીયા) દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસમથક ખાતે આવીને એવા પ્રકારનો ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે કે તે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનો બિઝનેશ કરે છે અને ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૨૪માં ઇન્વેસ્ટ-યુ.પી.ના માધ્યમથી મોટો જી.પી. રેસ ઓર્ગેનાઇઝ થનાર હોય જેનું ટેન્ડર બહાર પડયુ હતુ અને આ ટેન્ડર ડો. આકાશ રાજશાખા એપ્લાય કરવા માંગતા હતા. આથી તા. ૧૬ ડિસેમ્બરે બપોરે વિઝક્રાફટ એન્ટરટેઇનમેન્ટ એજન્સી પ્રાઇવેટ લીમીટેડ તથા મેગ્ને મોટો સ્પોર્ટ પ્રાઇવેટ લીમીટેડ એમ બે કંપનીઓએ ભેગા મળીને જોઇન્ટ વેન્ચર પાર્ટનર તરીકે ટેન્ડર સબમીટ કર્યુ હતુ અને એ બાદ સાંજના પાંચેક વાગ્યે અજાણી ઇ-મેઇલ આઇ.ડી. અમીત સેન્ડીંલ જીમેલ.કોમ પરથી એડવાન્ટેજ યુ.પી. પર ઇમેઇલ કરીને તેમાં ફેક ઇમેઇલ કરનારે એવુ જણાવ્યુ હતુ કે ફેર સ્ટ્રીટ સ્પોર્ટસ પ્રાઇવેટ લીમીટેડના નોન એકઝીકયુટીવ ડિરેકટર તરીકે રેઝીગ્નેશન એકસેપ્ટેડ નથી તથા કંપની પર કેસ ચાલુ છે તે ધ્યાને લઇને તમારું રેઝીગ્નેશન એકસેપ્ટેડ નથી અને તમે મોટો જી.પી.ના કોઇ કામ ન કરી શકો. તેવો ઇમેઇલ કરેલ હતો.
ડો. આકાશ રાજશાખાએ કરેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે ફેક આ આઇ.ડી. અમીત સેન્ડીંલ જીમેલ.કોમ બનાવનારે તથ્ય વગરનો ખોટો ઇ-મેઇલ ઇન્વેસ્ટ યુ.પી.ના ઓફિસીયલ આઇ.ડી. પર મોકલીને ડો. આકાશનું ટેન્ડર રદ થાય અને તેમના અને સરકાર વચ્ચે ગેરસમજ ઉભી થાય તેવુ કૃત્ય કરેલ છે. ખરેખર ડો. આકાશે ફેર સ્ટ્રીટ સ્પોર્ટસ પ્રાઇવેટ લીમીટેડ કંપની એસ.ઓ.પી. મુજબ ચાલતી નહી હોવાથી તા. ૪-૭-૨૦૨૪ના સો કોઝ નોટીસ આપી હતી અને તે બાદ એ કંપનીના નોન એકઝીકયુટીવ ડિરેકટરના હોદ્ા પરથી તા. ૧૦-૧૨-૨૦૨૪ના રોજ રેઝીગ્નેશન આપી દીધેલ અને એજ દિવસે રેઝીગ્નેશનનો સ્વીકાર થઇ ગયો હતો આમ છતાં કોઇ અજાણ્યા ઇસમે ફેક આઇ.ડી. બનાવીને ટેન્ડર રદ કરાવવા અને ડો. આકાશ અને સરકાર વચ્ચે ગેરસમજ ઉભી કરાવીને મોટું આર્થિક નુકશાન થાય તેવુ કૃત્ય કરેલ હોવાથી સાઇબર ક્રાઇમ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે. સાથે-સાથે ડો. આકાશે ફેર સ્ટ્રીટ સ્પોર્ટસ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના નોન એકઝીકયુટીવ ડિરેકટરના હોદ્ા પરથી રાજીનામુ આપ્યાની નકલ પણ સાઇબર ક્રાઇમ પોલીસને રજૂ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech