જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઇમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન અને તેની પત્નીને આ સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં, ઇમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે.
કોર્ટે ઇમરાન અને તેની પત્ની પર ૧૯ કરોડ પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે. રાવલપિંડીની આદિયાલા જેલ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની જેલમાં બંધ છે.
આ કેસમાં, પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024માં જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આજે ચુકાદો જાહેર થાય તે પહેલાં, તેને ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યો હતો. દરમિયાન, ચુકાદા પછી તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની સુરક્ષા માટે રેલવેનો નવતર અભિગમ: ટ્રેક પર લાગશે 'ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ'
January 17, 2025 08:10 PMમહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન
January 17, 2025 08:08 PMનરોડા પોલીસે પોલીસકર્મીઓ સામે જ નોંધ્યો ગુનો, કાયદાનું કરાવ્યું ભાન
January 17, 2025 08:06 PMરશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 લોકો ગુમ, કેન્દ્ર સરકારે બીજું શું કહ્યું?
January 17, 2025 08:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech