31 ઓકટો.ના રોજ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભવ્ય મ્યુઝીયમનું થશે ખાતમુર્હુત
કેવડીયા ખાતે રાજવી ઈતિહાસના ભવ્ય મ્યુઝીયમનું ખાતમૂહૂર્ત થનાર હોય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા પૂર્વ રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આગામી તા. 31, ઓકટોબર ‘એકતા દિવસ’ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હરતે કેવળીયા કોલોની ખાતે દેશના 562 રજવાડાઓના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા મ્યુઝીયમનું ખાતમૂહુર્ત થનાર છે.
પ્રધાનમંત્રીએ આ અંગે અગાઉ જાહેરાત કરેલ જે ભવ્ય યોજના ર60 કરોડના ખર્ચે સાકાર થવા જઈ રહેલ હોય, પૂર્વ રાજયમંત્રી ધમેંન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ પ્રધાનમંત્રી મોદીના આ નિર્ણયને આવકારતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગુૃહમંત્રી અમીતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલનો આભાર માની જણાવેલ છે કે આ મ્યુઝીયમ બનતા દેશના ભવ્ય ઈતિહાસને આવનારી પેઢીઓ સદાય યાદ કરી પ્રેરણા પ્રાપ્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 31 ઓકટોબરના દિવસે આ ભવ્ય મ્યુઝીયમનું ખાતમુર્હુત થવાનું છે ત્યારે આ મ્યુઝીયમનું સંપૂર્ણ કામ આ દેશના ગૌરવવંતા રાજવીઓની યશસ્વી પરંપરા તેમના ત્યાગ અને બલિદાનનો ઈતિહાસ નવી પેઢી સામે તાજો થશે.
વિશેષમાં કેવળીયા ખાતે આકાર લેનાર ‘મ્યુઝીયમ ઓફ રોયલ કિંગ્ડમ્સ ઓફ ઈન્ડિયા’ ની ડીઝાઈન અનુસાર મ્યુઝીયમની દિવાલો વિવિધ પાત્રો સાથે ડીઝાઈન થનાર છે અને પાણીની ચેનલ ગ્રીનવેઝ અને રીટેન્શન તળાવોનું પણ નિમાંણ થનાર હોય, વરસાદી પાણીના સંગ્રહ માટે મહત્વનું બની રહેશે માટે પણ કેન્દ્ર અને રાજય સરકારનો આભાર માનેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech