ઉપલેટાના પૂર્વ નગરપતિ અને રમત ગમતમાં ઉંડો રસ ધરાવતા દાનભાઇ ચંદ્રવાડીયાએ ઉત્તર પ્રદેશના અમેઠીમાં રમાયેલી વરિ એથલેટીકસ સ્૫ર્ધામાં ત્રણ ગોલ્ડ સમગ્ર રાજકોટ જિલ્લાનું નામ રોશન કરેલ છે.
તાજેતરમાં નેશનલ લેવલની વરિ એથ્લેટીકસ (૬૫ વર્ષની ઉપરના) સ્પર્ધા ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં ડો.ભિમરાવ આંબેડકર સ્ટેડીયમમાં યોજાયેલ હતી. આ સ્પર્ધામાં જુદા જુદા રાજયોના ૩૦૦ કરતા વધુ સ્પર્ધકો જોડાયા હતાં. તેમાં ઉપલેટાના પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા રાજકોટ જિલ્લ ાનું નામ રોશન કરેલ હતું. દાનભાઇ ચંદ્રવાડીયાએ ૧૦૦ મીટર દોડ, ચક્ર ફેંક અને ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમ–પ્રથમ નંબર મેળવી ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા ઉપલેટાની સાથે રાજકોટ જિલ્લ ાનું નામ રોશન કરતા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયા લેઉવા પટેલ સમાજના પ્રમુખ છગનભાઇ સોજીત્રા, કડવા પટેલ સમાજના ગોપાલભાઇ ઝાલાવડીયા, રાજપુત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ, કોળી સમાજના પ્રમુખ જગદીશભાઇ વિરમગામા, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઇ રાણપરીયા, ચેમ્બરના પ્રમુખ રમેશભાઇ પાનેરા, કટલેરી બજાર એસો.ના પ્રમુખ નાથાભાઇ ચંદ્રવાડિયા સહીત વિવિધ ક્ષેત્રના આગેવાનોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech