મહારાષ્ટ્ર્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું ૮૭ વર્ષની વયે અવસાન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન સવારે ૩ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મનોહર જોશીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી યાં તેમને અંતિમ શ્વાસ લીધા.
થોડા મહિના પહેલા મનોહર જોશીને બ્રેઈન હેમરેજના કારણે હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત સ્થિર થતાં તેમને રજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે મનોહર જોશી છેલ્લા ઘણા દિવસોથી નાદુરસ્ત તબિયતના કારણે સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા.
મનોહર જોશીનો જન્મ ૨ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ રાયગઢ જિલ્લાના નંદવી ગામમાં થયો હતો. ૧૯૯૫માં તેઓ ગઠબંધન સરકારમાં મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી બન્યા. બાળપણ – સંસ્કારી પરંતુ ગરીબ પરિવારમાં જન્મ્યા હોવાથી, તે બાળપણથી જ 'કમાવું અને શીખવું' તકનીક સાથે સંઘર્ષ ચાલુ થયી ગયો હતો.
મનોહર જોશીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પેારેશનના કાઉન્સિલર, મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી, સાંસદ, કેન્દ્રીય ભારે ઉધોગ મંત્રી, લોકસભાના અધ્યક્ષ અને રાયસભાના સભ્ય જેવા વિવિધ પદો પર સેવા આપી છે. બાળાસાહેબ ઠાકરેના સમયમાં શિવસેનામાં બળવો થયા પછી એકનાથ શિંદેએ તેમના હેઠળના વરિ નેતાઓને મળવાનું શ કયુ. એ જ સમયે એકનાથ શિંદે મનોહર જોશીને મળ્યા અને તેમની કારકિર્દીને નવો આયામ મળ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ ફળો અને શાકભાજી ઓફિસનો સ્ટ્રેસ દૂર કરવામાં મદદરૂપ, માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ શ્રેષ્ઠ
January 11, 2025 05:26 PMજાણો મહાકુંભના મૌની બાબાને: 41 વર્ષથી મૌન, ફક્ત ચા પર જીવન, IAS-IPS માટે મફત કોચિંગ આપે છે
January 11, 2025 05:01 PMહાઈકોર્ટે BCCIને મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું ચુકવવા લગાવી ફટકાર
January 11, 2025 03:58 PMકન્નૌજમાં રેલવે સ્ટેશનનું લિન્ટર ધરાશાયી, કાટમાળ હેઠળ 35 લોકો દટાયા, ત્રણના મોત, મોતનો આંકડો વધી શકે
January 11, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech