કોટડા સાંગાણી સહકારી મંડળીમાં પૂર્વ ધારાસભ્યનું 25 વર્ષનું શાસન તૂટ્યું

  • August 06, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોટડા સાંગાણી જૂથ સેવા સહકારી મંડળીમાં છેલ્લા 25 વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ પ્રમુખ ચંદુભાઈ વઘાસીયાની પેનલને ચૂંટણીમાં પરાજય મળ્યો છે અને ભાજપ પ્રેરિત કિસાન વિકાસ પેનલનો વિજય થયો છે.
કોટડાની જૂથ સેવા સહકારી મંડળી છેલ્લા 68 વર્ષથી કાર્યરત છે અને તેના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં છેલ્લા 25 વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયા અને તેની પેનલનો કારમો પરાજય થયો છે. જયારે રાજકોટ જિલ્લા ભાજપ્ના અગ્રણી બાબુભાઈ સાવલિયાના નેતૃત્વમાં રચાયેલી કિસાન વિકાસ પેનલના તમામ 15 ઉમેદવારો 200 જેટલા મતની જંગી લીડથી વિજેતા બન્યા છે.
આ ચૂંટણીમાં સહકારિ ક્ષેત્રના દિગ્ગજ નેતા જયેશભાઈ રાદડિયા રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અર્જુનભાઈ ખાટરીયા ધર્મેશભાઈ ટીલાળા સહકારી મંડળીના પ્રમુખ એન.ડી.જાડેજા વાડિયાના યુવરાજસિંહ જાડેજા દૂધ સહકારી મંડળીના પ્રમુખ સુરેશ લુણાગરિયા કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા એડવોકેટ મહીરાજસિંહ જાડેજા અશોકભાઈ ઠુંમર રાજુભાઈ સાવલિયા મહેન્દ્રસિંહ જાડેજા હરેશભાઈ ભૂત પ્રવીણભાઈ ભૂત મનોજભાઈ દાફડા ધર્મેશભાઈ સોરઠીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી અને પરિણામ જાહેર થયા પછી ચૂંટાયેલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
નવી બોડીમાં પ્રમુખ તરીકેની જવાબદારી રાજુભાઈ ધીરુભાઈ ભુતે અને ઉપપ્રમુખ તરીકે અનિરુદ્ધસિંહ જાડેજાએ સંભાળી છે. ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોટડા સાંગાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ ના જવાનોને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા. કોટડા સાંગાણી માણેકવાડા પાંચ તલાવડા નવી ખોખરી અને જૂની ખોખરી ગામના મતદારોએ મતદાનની પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application