પાકિસ્તાનમાં ISIના પૂર્વ વડાની પાક. આર્મીએ કરી અટકાયત

  • August 12, 2024 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લીધા છે. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ આ જાણકારી આપી છે. ISPRએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ISI ના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) ફૈઝ હમીદને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.


પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ ચીફ ફૈઝ હમીદને સોમવારે (12 ઓગસ્ટ) સેનાએ અટકાયતમાં લીધા હતા. લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદ વિરુદ્ધ પાકિસ્તાન આર્મી એક્ટની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ISPR દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ફૈઝ હમીદને સૈન્ય કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જે બાદ ટોપ સિટી હાઉસિંગ સ્કીમ કૌભાંડ મામલે તેમના કોર્ટ માર્શલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ ગુપ્તચર વડા ફૈઝ હમીદની સેના દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News