કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્ર્રના પૂર્વ રાયપાલ એસએમ કૃષ્ણાનું નિધન થયું છે. તેમણે આજે સવારે ૨.૪૫ કલાકે બેંગલુ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આજે મદ્દત્પર લઈ જવામાં આવશે. એસએમ કૃષ્ણાનો જન્મ ૧૯૩૨માં થયો હતો. તેમનું આખું નામ સોમનહલ્લી મલૈયા કૃષ્ણ છે. તેઓ ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને ૨૦૦૪ થી ૨૦૦૮ સુધી મહારાષ્ટ્ર્રના રાયપાલ હતા. ૨૨ મે ૨૦૦૯ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહે કૃષ્ણાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા અને ૨૩ મે ૨૦૦૯ના રોજ વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપી. માર્ચ ૨૦૧૭માં એસએમ કૃષ્ણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ૨૦૨૩માં સરકારે એસએમ કૃષ્ણાને પધ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.
એસએમ કૃષ્ણાના પિતાનું નામ એસસી મલ્લૈયા છે. કૃષ્ણાએ મહારાજા કોલેજ, મૈસુરમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કયુ. પછી સરકારી કોલેજ, બેંગ્લોરમાંથી કાયદાની ડિગ્રી લીધી. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમેરિકા ગયા. ત્યાંથી સ્નાતક થયા પછી તેમણે આંતરરાષ્ટ્ર્રીય કાયદાનું શિક્ષણ શ કયુ. અમેરિકામાં સક્રિય રાજકારણમાં તેમનો રસ જાગ્યો. ત્યાં તેમણે હોન એફ. કેનેડીની રાષ્ટ્ર્રપતિની ચૂંટણી માટે પ્રચાર કર્યેા. કર્ણાટકથી પરત ફર્યા બાદ તરત જ તેઓ ૧૯૬૨માં કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ૨૯ એપ્રિલ, ૧૯૬૪ના રોજ પ્રેમા સાથે લ કર્યા.
એસએમ કૃષ્ણાએ ૧૯૬૦ની આસપાસ તેમની રાજકીય કારકિર્દી શ કરી હતી. ૧૯૬૨માં તેમણે મદ્દત્પર વિધાનસભા બેઠક પરથી સ્વતત્રં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને ૧૯૬૮માં માંડા લોકસભા સીટની પેટાચૂંટણી જીતી. ત્યારબાદ એસએમ કૃષ્ણા કોંગ્રેસમાં જોડાયા અને ૧૯૭૧માં માંડા લોકસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી જીત્યા. ૧૯૮૫માં, એસએમ કૃષ્ણા ફરીથી રાયના રાજકારણમાં પાછા ફર્યા અને વિધાનસભાની ચૂંટણી લડા. તેઓ ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા. તેઓ ડિસેમ્બર ૨૦૦૪ થી માર્ચ ૨૦૦૮ સુધી મહારાષ્ટ્ર્રના રાયપાલ હતા. એસએમ કૃષ્ણાએ પીએમ મનમોહન સિંહની સરકારમાં વિદેશ મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૩માં, એસએમ કૃષ્ણાએ જાહેરાત કરી કે તેઓ હવે સક્રિય રાજકારણમાં રહેશે નહીં.
તેઓ કર્ણાટકના માંડાથી ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના શાસનમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ૧૯૮૩–૮૪ની વચ્ચે ઈન્દિરા ગાંધી અને ૧૯૮૪–૮૫ની વચ્ચે રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન ઉધોગ અને નાણા રાયમંત્રી બન્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech