હિમાચલમાં જંગલની આગ વધીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી, બેનાં મોત

  • May 30, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં જંગલમાં લાગેલી આગ વધુ પ્રસરી છે અને આગ રહેણાંક વિસ્તારોમાં પહોચી જતા તેને કારણે બે લોકોના મોત થયા છે. આગના કારણે જંગલોમાં પણ ભારે નુકસાન થયું છે.હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં જંગલમાં લાગેલી આગને કારણે બે લોકોના મોત થયા છે. બિલાસપુરમાં ભરાડીમાં આગ ઓલવતી વખતે એક વૃદ્ધનું મોત થયું હતું. બીજી તરફ, હમીરપુરના દિયોટસિદ્ધમાં જંગલમાં લાગેલી આગના ધુમાડાને કારણે ગૂંગળામણને કારણે એક આંગણવાડી કાર્યકરનું મોત થયું હતું. બીજી તરફ, સોલન જિલ્લામાં જંગલની આગને કારણે દુકાનો, ઘરો અને શાળાઓમાં ભારે નુકસાન થયું હતું. આગના કારણે જંગલોમાં પણ ભારે નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના વન વિભાગના લોકો તારાદેવી જંગલ વિસ્તારમાં આગ પર કાબૂ મેળવવા માટે મોડી રાત સુધી પ્રયાસ કરી રહ્યા હતા. જંગલની આગ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી હતી. ધર્મપુરમાં મિકેનિકની દુકાન અને એક મકાન બળીને રાખ થઈ ગયું હતું. ઔધોગિક વિસ્તાર ઝારમાજરીને અડીને આવેલા હરિયાણા વિસ્તારમાં ભંગારના બે વેરહાઉસમાં આગ ફાટી નીકળી હતી. શાહપુર ગામે ભંગારના ગોદામમાં આગ લાગી હતી. રાયમાં જંગલમાં લાગેલી આગના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં આ પહેલીવાર છે યારે જંગલમાં આગના કેસ એક હજારને વટાવી ગયા છે. ત્યારે તારાદેવી જંગલ વિસ્તારમાં આગને કાબુમાં લેવા માટે વન વિભાગના કર્મચારીઓ રાત્રિના સમયે પણ કામગીરી કરી રહ્યા છે.


આગ લાગવાના બનાવોમાં ઝડપી ઉછાળો
આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રાયમાં જંગલમાં આગ લાગવાના ૧૦૮૦ કેસ નોંધાયા છે. જેમાં ૧૦,૩૫૪ હેકટર જમીન પરની વનસંપત્તિ રાખ થઈ ગઈ છે. આ વખતે ૨,૧૯૫ હેકટર વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલ વાવેતર પણ રાખ થઈ ગયું છે. નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં આગની ૬૮૧ ઘટનાઓ નોંધાઈ હતી. વર્ષ ૨૦૨૨–૨૩માં ૮૬૦ બનાવો નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૧–૨૨માં માત્ર ૩૩ બનાવો બન્યા હતા.

ધર્મપુરમાં કરોડો રૂપિયાનું નુકસાન
જંગલમાં લાગેલી આગને કારણે ધર્મપુરમાં સવારે ૧૧:૩૦ વાગ્યે એક મિકેનિકની દુકાન અને એક મકાનમાં આગ લાગી હતી, જેમાં ૩ કરોડ પિયાનું નુકસાન થયું હતું. દુકાનમાં રહેતા બાઇક, સ્કૂટર અને અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. બીજી ઘટનામાં ઔધોગિક વિસ્તાર ઝારમાજરીને અડીને આવેલા હરિયાણા વિસ્તારમાં ભંગારના બે વેરહાઉસમાં આગ લાગી હતી. આગની માહિતી મળ્યા બાદ હિમાચલના બદ્દી અને હરિયાણાના કાલકાથી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ટીમે નેશનલ હાઈવેને અડીને આવેલા એક વેરહાઉસમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. ગોદામ અને તેમાં રાખેલો સામાન બળીને રાખ થઈ ગયો હતો. જો કે શાહપુર ગામમાં આવેલ ભંગારની ગોદામ હજુ પણ સળગી રહી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application