બે શખ્સ રફુચકકર : કામદાર કોલોની, ઇન્દીરા કોલોની, શાક માર્કેટ, અલીયા અને દડીયા ખાતે દરોડા
જામનગર શહેર અને નજીકના વિસ્તારોમાં પોલીસ દ્વારા દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ઇન્દીરા કોલોનીમાં 8 બોટલ સાથે બે શખ્સ, કામદાર કોલોનીમાં 4 બોટલ સાથે એક શખ્સ પોલીસની ઝપટમાં આવ્યા હતા તેમજ રણજીતસાગર રોડ પર પોલીસને જોઇ એક શખ્સ દારૂની બોટલ ફેકીને નાશી ગયો હતો, અલીયા ગામમાં મકાનમાંથી શરાબની 8 બોટલ મળી આવી હતી તેમજ શાક માર્કેટ રોડ પર દેશી દારૂ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી.
જામનગરના ખેતીવાડી સામે ઇન્દીરા કોલોનીમાં રહેતા દિલીપ મંગા સુરડીયા તથા ત્રણ દરવાજા પાસે મહેશ્ર્વરીનગરમાં રહેતા વિરાજ બુધા સુરડીયા નામના શખ્સોને ઇંગ્લીશ દારૂની 8 બોટલ સાથે પકડી લેવામાં આવ્યા હતા. ઇન્દીરા કોલોની ખાતે મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
બીજા દરોડામાં પવનચકકીના ઢાળીયે બાવાવાડમાં રહેતા રાજેશ શિવલાલ નંદા નામના શખ્સને 1 લીટર દેશી દારૂ સાથે સુભાષ શાક માર્કેટ રોડ પરથી પકડી લેવાયો હતો, જયારે 49 રોડ ઓધવરામનગરમાં રહેતા કિશોર મુળજી દામા નામના શખ્સને એકસેસ બાઇકમાં ઇંગ્લીશ દારૂની 4 બોટલ વેચાણઅર્થે હેરફેર કરતા કામદાર કોલોની રોડ પરથી પોલીસે પકડી લીધો હતો. પંચકોશી-બી પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે હર્ષ નંદા નામનો શખ્સ દડીયાથી રણજીતસાગર જવાના રોડ પર પકડાઇ જવાની બીકના કારણે ઇંગ્લીશ દારૂની એક બોટલ ફેકીને નાશી ગયો હતો આથી પોલીસ દ્વારા હર્ષ નંદા સામે પંચ-બીમાં પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત અલીયા ગામ મેઇન બજારમાં રહેતા કિશન ભરત મકવાણા નામના શખ્સે પોતાના ભોગવટાના મકાનમાં વિદેશી દારૂ રાખ્યો છે એવી બાતમીના આધારે પંચ-એ દ્વારા દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની 8 બોટલ કબ્જે કરી હતી જયારે રેઇડ દરમ્યાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech