જરૂરી ચીજોની નિકાસને મંજૂરી મળતા માલદીવના વિદેશ મંત્રી ભારત પર ફિદા

  • April 06, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માલદીવ સાથેના તણાવ વચ્ચે ભારતે આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપી છે. માલદીવના વિદેશ મંત્રીએ આના પર ભારતનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે એક પોસ્ટમાં લખ્યું છે કે હત્પં તમારો આભાર માનું છું.તે એક પ્રતીક છે જે આપણા બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય વેપાર અને વાણિયને વધુ વધારવા માટે લાંબા સમયથી ચાલતી મિત્રતા અને મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, તેમણે કહ્યું.માલદીવમાં ભારત વિદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમ છતાં, ભારત 'પહેલા પડોશી'ની નીતિને વળગી રહ્યું છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે માલદીવમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની નિકાસ વધારવા સંમતિ આપી છે. મોહમ્મદ મુઈઝુ રાષ્ટ્ર્રપતિ બન્યા બાદ માલદીવમાં ચીનનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતનો આ નિર્ણય ઘણો મહત્વનો છે. કેન્દ્ર સરકારના નિર્ણયની વિગતો માલદીવમાં ભારતીય હાઈ કમિશન તરફથી એક નિવેદનમાં આપવામાં આવી છે.

ભારતે નિકાસને મંજૂરી આપી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'માલદીવ સરકારની વિનંતી પર, ભારત સરકારે ચોક્કસ માત્રામાં આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપી છે. ભારત અને માલદીવ વચ્ચે વિશેષ દ્રિપક્ષીય મિકેનિઝમ હેઠળ આ વસ્તુઓની નિકાસ કરવામાં આવશે. નિકાસ કરવામાં આવતી દરેક આઇટમ માટે કવોટા વધારવામાં આવ્યા છે અને ૧૯૮૧માં આ સિસ્ટમ દાખલ કરવામાં આવી ત્યારથી નિકાસની પરવાનગી આપવામાં આવેલી રકમ સૌથી વધુ છે. આ માલદીવના વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

માલદીવને શું જોઈએ છે?
નદીની રેતી અને પત્થરો જેવી મહત્વની કોમોડિટીમાં સુધારેલા નિકાસ કવોટામાં વધારો જોવા મળ્યો છે. માલદીવના બાંધકામ ક્ષેત્ર માટે આ અત્યતં મહત્વપૂર્ણ છે. આ સામગ્રીઓની નિકાસ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે કુલ ૧૦ લાખ મેટિ્રક ટન નિકાસ માટે ઉપલબ્ધ છે. આ સિવાય ઈંડા, બટાકા, ડુંગળી, ખાંડ, ચોખા, ઘઉંનો લોટ અને કઠોળ જેવી વિવિધ આવશ્યક ખાધ ચીજોની નિકાસ મર્યાદામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News