પ્રથમ વખત એસ્ટરોઇડ પર પાણી મળી આવ્યું છે. આ શોધ નાસાની સોફિયા એટલે કે સ્ટ્રેટોસ્ફેરિક ઓબ્ઝર્વેટરી ફોર ઇન્ફ્રારેડ એસ્ટ્રોનોમી દ્રારા કરવામાં આવી છે. જે બે એસ્ટરોઇડમાં પાણી જોવા મળ્યું છે તેના નામ આઇરિસ અને મસાલિયા છે. વાસ્તવમાં આ એક લાઈંગ લેબોરેટરી છે, જેને નાસા દ્રારા એરક્રાટમાં ખાસ બનાવવામાં આવી છે.
આ બંને એસ્ટરોઇડ સિલિકેટથી ભરેલા છે. નાસાએ જેનો ડેટા એકત્ર કરીને આ શોધ કરી હતી તે વિમાન હવે નિવૃત્ત થઈ ગયું છે. આ વિમાનમાં ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે. જેણે ચાર લઘુગ્રહો પર નજર રાખી હતી. ચારેય સિલિકેટથી ભરેલા હતા. પરંતુ પાણી માત્ર બે પર જ મળતું હતું. આ વિમાન નાસા અને જર્મન એરોસ્પેસ સેન્ટર દ્રારા સંયુકત રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું.
સોફિયા ફેઇન્ટ ઓબ્જેકટ ઇન્ફ્રારેડ કેમેરા (ફોરકાસ્ટ) થી સ છે, જેણે આઇરિસ અને મસાલિયા એસ્ટરોઇડ પર પાણીની શોધ કરી છે. ગ્રહો, ઉલ્કાઓ અને લઘુગ્રહોની સપાટી પર અવકાશમાં પાણીની શોધ સપાટી પર પડતા પ્રકાશની વિવિધ તરંગલંબાઇ દ્રારા થાય છે.
સાન એન્ટોનિયોમાં સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્િટટૂટના વૈજ્ઞાનિક એનિસિયા એરેડોન્ડોએ જણાવ્યું હતું કે યારે કોઈ ગ્રહ બને છે ત્યારે એસ્ટરોઇડસ બહાર આવે છે. ઘણા ગ્રહોની સપાટીનું મિશ્રણ પણ હોઈ શકે છે. અથવા તે માત્ર એક ગ્રહની જમીનની રચના હોઈ શકે છે. યારે તમે તેમના પર પ્રકાશની વિવિધ તરંગલંબાઇઓ ચમકાવો છો, ત્યારે વિવિધ પદાર્થેા શોધી કાઢવામાં આવે છે
ચંદ્રની સપાટી પર પણ પાણીની શોધ થઈ હતી
અનિસિયાએ કહ્યું કે અગાઉ પૃથ્વી પર મોકલવામાં આવેલા એસ્ટરોઇડ સેમ્પલમાં પાણીની હાજરી જોવા મળી છે. પરંતુ પ્રથમ વખત અવકાશમાં ફરતા એસ્ટરોઇડ પર પાણી જોવા મળ્યું છે. અગાઉ, સોફિયાએ ચંદ્રની સપાટીના દક્ષિણ ભાગમાં હાજર ક્રેટર્સમાં પણ પાણીની શોધ કરી હતી
એસ્ટરોઇડ બ્રહ્માંડના રહસ્યો જાહેર કરશે
તે જરી નથી કે તમામ સિલિકેટથી ભરેલા એસ્ટરોઇડમાં પાણી હોય. પરંતુ બંને પર પાણીના કણો મોટી માત્રામાં હાજર છે. એવું માનવામાં આવે છે કે એસ્ટરોઇડ દ્રારા જ પૃથ્વી પર પાણી આવ્યું હતું. જે પછી પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ થઈ. તેથી, અવકાશમાં ફરતા એસ્ટરોઇડસનો અભ્યાસ કરવો જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech