દુનિયામાં પહેલી વાર ઈરાનમાં રોબોટિક સૈનિક યુદ્ધ લડશે

  • January 23, 2025 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇઝરાયલ સાથેના તણાવ વચ્ચે, ઈરાની સેનાએ યુદ્ધના મોરચે રોબોટિક સૈનિકોને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ઈરાની સેનાના એક વરિ અધિકારીના જણાવ્યા અનુસાર, સેના લડાયક રોબોટસનું પરીક્ષણ કરી રહી છે. આના ઘણા મોડેલો વિકસાવવામાં આવી રહ્યા છે. સેનાએ બે મહિના પહેલા યુદ્ધ કવાયતમાં રોબોટ યોદ્ધાઓનો સમાવેશ કરવાનું શ કયુ હતું. ઈરાની અખબાર તેહરાન ટાઈમ્સના અહેવાલ મુજબ, લડાયક રોબોટસ સ્વાયત્ત રોબોટસને બદલે રિમોટ–કંટ્રોલ વાહનો છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રીઅલ ટાઇમ ડેટા પ્રદાન કરે છે.
હાલમાંએ જાહેર કરવામાં આવ્યું નથી કે કયા પ્રકારના રોબોટ ફાઇટર વિકસાવવામાં આવી રહ્યા છે. એક સૈન્ય અધિકારીએ ફકત એટલું જ કહ્યું કે તેઓ ઉત્તર–પૂર્વી ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અભ્યાસમાં તૈનાત કરવામાં આવ્યા છે, યાં તેઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે. આ કવાયતમાં ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોપ્ર્સ, સેના અને કોસ્ટ ગાર્ડ ભાગ લે છે.
કોમ્બેટ રોબોટસ એક પ્રકારનું કોમ્બેટ વાહન છે. આમાં કોઈ માનવ તૈનાત નથી. આ આકાશમાં તેમજ પૃથ્વી પર પણ કામ કરી શકે છે. માનવરહિત ડ્રોન આકાશમાં કરતબો કરી રહ્યા છે. તાજેતરના યુદ્ધોમાં તેનો વ્યાપક ઉપયોગ થયો છે. ઈરાને માનવરહિત ભૂમિ વાહનો વિકસાવ્યા છે, જેમ કે માનવરહિત હવાઈ વાહનો, જે યુદ્ધની આગળની હરોળ પર હત્પમલા કરશે.
માનવ લડવૈયાઓની જેમ, રોબોટ લડવૈયાઓ યુદ્ધના મેદાનમાં દુશ્મનોને નિશાન બનાવવા અને તેમના સ્થાનોનો નાશ કરવામાં સક્ષમ છે. તેઓ કોઈપણ ભૌગોલિક વિસ્તારમાં કામગીરી કરી શકે છે. ઘણા વિસ્તારોમાં, તેઓ માનવ સૈનિકો કરતાં અનેક ગણું વધુ બળ વાપરી શકે છે કારણ કે તેમનું સંરક્ષણ કવચ અત્યતં મજબૂત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application