સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જામનગર ઇતિહાસમાં પ્રથમ વખત પરશુરામ નાટ્યોત્સવ યોજાયો તથા પરશુરામ એવોર્ડ 2025 યોજાયો

  • April 29, 2025 10:56 AM 

ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજી જન્મોત્સવ 2025 ની ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા શહેરના ધન્વંતરી ઓડિટોરિયમમાં ભગવાન પરશુરામજી નાટ્યોત્સવ યોજાયો હતો. આ નાટ્યોત્સવ રંગનિષ્ઠા કલાવૃંદ ભુજના 27 ભૂદેવ કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. આ નાટ્યોત્સવ નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને હોલમાં જય જય પરશુરામ અને હર હર મહાદેવ નારા સાથે લોકોએ કલાકારોને બિરદાવ્યા હતા.


સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા શહેરમાં વિવિધ ક્ષેત્રમાં પોતાની કલાકૃતિ, સમાજ સેવા તથા સમાજ નું ગૌરવ વધાર્યું હોય એવા 13 લોકોને " પરશુરામ એવોર્ડ 2025" થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને જામનગર શહેરમાં બ્રહ્મસમાજની વિવિધ સંસ્થા તથા ઘટકોનું પણ મુમેન્ટો એનાયત કરી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, સૌકચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી,મેયર વિનોદભાઈ ખીમસુરીયા,ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તથા તૃપ્તિબેન ખેતિયા,બ્રહ્મઅગ્રણી ધરમભાઈ જોષી, અતુલભાઈ મહેતા, સુરેન્દ્રકાકા વ્યાસ, પ્રફુલભાઈ વાસુ, સુનિલભાઈ ખેતિયા,શિવસાગરભાઈ શર્મા, હિરેનભાઈ ત્રિવેદી, પત્રકાર મંડળ પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, રાજુભાઈ મહાદેવ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કેતન ભટ્ટ, જયદિપ રાવલ, સિમિત રાવલ, મહેશ રાવલ, સુનિલ જોષી, કિરીટ ઠાકર, વિરલ ત્રિવેદી, રાજેશ ઠાકર, સમીર જોષી, કપિલ રાવલ, જામ્બાલી રાવલ, રાજુ વ્યાસ, નીરવ મહેતા, દેવેન્દ્ર શુકલ, નિશા અસ્વાર, મનીષા ઠાકર, મનીષા જોષી, હિના ઠાકર, અર્ચના જોષી, ધરતી વ્યાસ, ઉષાબેન જોષી, જાહ્નવી શુકલ, વાસંતીબેન ઠાકર,  ચંદ્રાવલીબેન જોષી, રક્ષા ભટ્ટ, નિલમ શુકલ, વગેરે ભાઈઓ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application