ગુજરાતમાં પહેલીવાર એકસાથે 14 નવી મ્યુિનિસિપલ કોર્પોરેશનની રચના કરાશે

  • April 16, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પહેલીવાર એકસાથે 14 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનનની રચના કરવામાં આવી રહી છે. શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સ્થાનિક સંસ્થાઓની પ્રક્રિયા માટે ઓવરટાઇમ કરે છે, ચૂંટણી પછી જાહેરાત થવાની સંભાવના છે.

ગુજરાતમાં હાલ લોકસભાની ચૂંટણી હોવાથી આચાર સંહિતા અમલમાં છે પરંતુ રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં નવી મહાનગરપાલિકા અંગે ગ્રાઉન્ડવર્ક ચાલી રહ્યું છે. વિભાગની પ્રક્રિયા પછી આ સમગ્ર બાબતો રાજ્ય ચૂંટણી કમિશનર પાસે ગયા પછી વોર્ડરચના અને ચૂંટણી અંગેનું બાકીનું કામ પૂર્ણ કરાશે.

રાજ્ય સરકારે બજેટસત્રમાં મોરબી, વાપી, આણંદ, મહેસાણા, વઢવાણ, નવસારી, ગાંધીધામ, પોરબંદર અને નડિયાદ નગર પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવાની જાહેરાત કરી હતી પરંતુ વિભાગના ધ્યાનમાં બીજી પાંચ નગરપાલિકા આવી છે જેમને મહાનગરમાં ફેરવવાની થાય છે.
વભાગના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે સોમનાથ-વેરાવળ, ભુજ, ભરૂચ, પાલનપુર અને હિંમતનગરની પાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવા માટે દરખાસ્તો તૈયાર કરવામાં આવી રહી છે. જો સરકાર તેને સ્વિકૃતિ આપશે તો રાજ્યમાં હયાત આઠ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા વધીને 22 થઇ જશે.
રાજ્યમાં 1950ની સાલમાં સૌ પ્રથમવાર અમદાવાદ અને વડોદરાને મ્યુનિસિપલ કોર્પોરેશન મળ્યું છે, ત્યારપછી 1962માં ભાવનગર, 1966માં સુરત, 1973માં રાજકોટ, 1981માં જામનગર, 2002માં જૂનાગઢ અને 2010માં ગાંધીનગરને મ્યુનિસિપલ કોર્પોરેશન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં એક સાથે 14 નવી સંસ્થાની સ્થાપ્ના પહેલીવાર થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application