જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં અલગ-અલગ જર્જરીત થયેલા કોઝ-વે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કોઝ-વેના સ્થાને માઈનોર બ્રીજ અને સ્લેબ ડ્રેઈન માટે 9.45 કરોડ ની રકમ મંજૂર કરવામાં આવેલ છે.
આ કામોમાં (1) ઘેલડા રબારીકા મોટાવડીયા વસંતપુર ટુ જોઈન્ટ સ્ટેટ હાઈ-વે પર અલગ-અલગ જર્જરીત કોઝ-વે ને માઈનોર બ્રીજ બનાવવા માટે 3.85 કરોડ (2) વનાણા વેશુ ડેમ ટુ જોઈન્ટ સ્ટેટ હાઈવે પર આવેલ જર્જરીત કોઝ-વે ને સ્લેબ ડ્રેઈનથી કવર કરવા માટે 2.20 કરોડ (3) જામ-આંબરડી થી વી.આર. રોડ પરના કોઝ-વે પર 70 લાખ (3) અમરાપર પ્રાસલા રોડ પર જર્જરીત કોઝ-વે ને માઈનોર બ્રીજ માટે 2.80 કરોડ મળી કુલ 9.45 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવેલ છે.
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ પારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, ચીરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુર્યકાંતભાઈ મઢવી, ડો. પી. બી. વસોયા, ચંદ્રેશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્યો દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભડેરી સહિતના અગ્રણીઓએ સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું છે કે -ઉપરોકત કોઝ-વેનું નવીનીકરણ થતાં સ્થાનિકોને આવગમનમાં વધુ સુગમતા વતર્શિે અને માર્ગ-મકાન વિભાગના 9.45 કરોડના કામો મંજુર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજય સરકારનો આભાર માનેલ છે તેમ મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech