રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રેલ્વે જંકશન સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 15 ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ લેવા નોટિસ ફટકારી હતી તેમજ ખાધ્યચીજોના કુલ 19 નમુનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી અને ત્રણ સેમ્પલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
વિશેષમાં મહાપાલિકાની ફૂડ શાખાના ડેઝીગ્નેટેડ ઓફિસરએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે જંકશન રેલવે સ્ટેશન રોડ ઉપર (1) બાલાજી પાર્લર (2) અશોક બેકરી (3) કનૈયા ટી સ્ટોલ (4)જય ભારત કોલ્ડ્રિંક્સ (5) એન્જોય હોટલ (6) મન્નત નોનવેજ (7) મુરલીધર નાસ્તા હાઉસ (8)જલારામ ગાંઠીયા (9) ગાયત્રી મદ્રાસ કાફે (10) તકદીર ટી સ્ટોલ (11) બલદેવ પરોઠા હાઉસ (12) મારૂતિ ભોજનહાટ (13)પરવાના રેસ્ટોરેન્ટ (14) ગાયત્રી ગાંઠિયા (15) માં અન્નપુણર્િ હોટલ સહિત 15 ને ફૂડ લાઇસન્સ લેવા નોટિસ ફટકારી હતી.
તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત ઉપરાંત (16) મન્નત ચાઇનીઝ પંજાબી (17) આશાપુરા કોલ્ડ્રિંક્સ (18)હોટેલ શિવશક્તિ (19)ચામુંડા કોલ્ડ્રિંક્સ (20)અમૃત સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મ (21) મોમાઈ કોલ્ડ્રિંક્સની ચકાસણી કરવામાં આવી હતી.
જ્યારે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ત્રણ સેમ્પલ લેવાયા હતા જેમાં હોક્કો વેનીલા ફ્લેવર્ડ આઇસ ક્રીમનું સેમ્પલ સ્થળ-દર્શન એન્ટરપ્રાઇઝ, શોપ નં.1, પ્લોટ નં.9, સમ્રાટ ઇન્ડ. એરીયા મેઇન રોડ, ગોંડલ રોડ, પી એન્ડ ટી કોલોની પાછળ ખાતેથી તેમજ વેનીલા આઇસ્ક્રીમ અને રેડ વેલવેટ આઇસ્ક્રીમનું સેમ્પલ સ્થળ-આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, બ્લોક નં.13, બેકબોન રેસિડેન્સી, સીવરેજની પાર્ક, માધાપર ચોકડી વિસ્તાર ખાતેથી લેવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech