જામનગરની આણદાબાવા શૈક્ષણીક સંસ્થાના અનેક વિધાર્થીઓને ફુડ પોઇઝનીંગ

  • July 04, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફુટ પોઇઝનીંગથી અફડાતફડી....
જામનગરની આણદાબાવા શૈક્ષણીક સંસ્થાના વિધાર્થીઓને ગઇકાલે રાત્રે ફુડ પોઇઝીંગ થઇ જતા તાકીદે અત્રેની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ભારે દોડધામ મચી હતી, દરમ્યાનમાં છ જેટલા વિધાર્થીઓને હોસ્પીટલ સારવાર આપવામાં આવી હતી જે પ્રસ્તુત તસવીરોમાં જોઇ શકાય છે, ગઇકાલે ગુરુપુર્ણીમાં નિમીતે અહીં સંસ્થા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન ભોજન લીધા બાદ પરત ફરતા હતા ત્યારે અસર થયાની વિગતો જાણવા મળી છે.

**
તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા : વાયરલ વિડીયોમાં ૧૦૦થી વધુને ફુડ પોઇઝનીંગ થયાનો ધડાકો

જામનગરની આણદાબાવા શૈક્ષણીક સંસ્થાના વિધાર્થીઓને ફુડ પોઇઝીંગ થઇ જતા તાકીદે રાત્રીના અત્રેની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ભારે દોડધામ મચી હતી, આ ઘટના બહાર આવ્યા બાદ એક યુવતીનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ૧૦૦થી વધુ વિધાર્થીઓને અસર થયાની સ્ફોટક વિગતો સામે આવી હતી.
જાણવા મળતી વિગત મુજબ જામનગરની આણદાબાવા શૈક્ષણીક સંસ્થાના વિધાર્થીઓએ રાત્રે ભોજન લીધા બાદ કેટલાક વિધાર્થીઓને ખોરાકી ઝેરી અસર થતા દોડધામ મચી ગઇ હતી અને તાબડતોબ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
જી.જી. હોસ્પીટલ ખાતે ફુડ પોઇઝનીંગ માટે સારવારમાં આવેલા વિધાર્થીઓમાં મર્થર કાર્તીક અનિલભાઇ, આભડીયા પાર્થ મયુરભાઇ, બાંભણીયા રોશન કિરણભાઇ, ભોગાયતા ભગીરથ અનિલભાઇ, સુમળ જય સંજયભાઇ અને જાની લક્ષ્મીશંકર મનસુખભાઇનો સમાવેશ થાય છે જેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
દરમ્યાનમાં જી.જી. હોસ્પીટલના સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ધોરીવાવ  હોસ્ટેલ ગૃહપતી વિપુલભાઇ જોશી આશરે ૧૦૦ જેટલા વિધાર્થીઓને ધોરીવાવથી ગઇકાલે ગુરુપુર્ણીમા નિમીતે આણદાબાવા આશ્રમ લીમડાલાઇન ખાતે સંગીત પ્રવચન સહિતનો કાર્યક્રમ હોય આથી લાવ્યા હતા અને કાર્યક્રમ પુરો થયા બાદ ટ્રેકટરમાં પરત જતા હતા ત્યારે ઠેબા ચોકડી પાસે છ થી આઠ જેટલા વિધાર્થીઓને અસર થતા ૧૦૮ અને સંસ્થાને જાણ કરાતા બે ગાડી સંસ્થાની ત્યાં આવી હતી ૧૦૮ની એમ્બ્યુલન્સ પણ પહોચી હતી અને છ વિધાર્થીને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા જયાં સારવાર આપવામાં આવતા તુરંત બે વિધાર્થીને રજા આપી દેવામાં આવી હતી.
ગુરુપુર્ણીમાં નિમીતે સંસ્થામાં કાર્યક્રમ બાદ ભાખરી, ખીચડી, શાક જેવું ભોજન લેવામાં આવ્યુ હતું, બીજી બાજુ ઘટના સબંધે મોડેથી એક યુવતિનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ઠેબા ચોકડી આગળ ટ્રેકટરમાં ૧૨૦ જેટલા વિધાર્થીઓ સંસ્થાના હતા અને જેમાં પાંચથી છ અર્ધ બેભાન જેવા છોકરા દેખાતા હતા, પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી ન હતી આથી વાલીઓએ હોસ્પીટલ ખાતે મુલાકાત લઇને વિગતો જાણવી જોઇએ તેમ એક વાયરલ વિડીયોમાં જણાવવામાં આવ્યુ હતું. ૧૦૦ જેટલા વિધાર્થીઓને અસર થઇ છે એવી પણ વિગતો વહેતી થઇ હતી જો કે સરકારી હોસ્પીટલ ખાતે છ વિધાર્થીઓને સારવાર આપવામાં આવી હોવાનું હોસ્પીટલ ચોકીના સુત્રોએ જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application