વિદ્યાનગર મેઇન રોડની દુકાનોમાં ફૂડ ચેકિંગ, છને નોટિસ

  • April 19, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સેફટી વાન સાથે શહેરના વિદ્યાનગર મેઇન રોડ તથા મંગળાનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાંથી છ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ છ નમુનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી વાન સાથે શહેરના વિદ્યાનગર મેઇન રોડ તથા મંગળાનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ (1)સુદર્શન મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)વેદ મેડીસીન્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3) સારથી ફાર્મસી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4) સુકૃપા મેડિકલ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (5)રામદેવ નાસ્તા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (6)કિશન કોલ્ડડિં્રક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા (7) મંગલમ મેડિકલ (8) ક્રિષ્ના મેડિકલ (9) શ્રધ્ધા મેડિકલ (10) મેઘા મેડિકલ (11) મનોહર મેડીસીન (12) ગણેશ મેડીસીન (13) શ્રી મેડિકલ (14) ગાયત્રી મેડિકલ (15) અવની મેડિકલ (16) ગાયત્રી મેડિકલ સેન્ટર (17) અંબિકા એજન્સી (18) ભૂમિ મેડિકલ (19) શરબતવાલા (20) પટેલ રેસ્ટોરેન્ટ (21) ખોડિયાર દાળ પકવાન (22) રામદેવ નાસ્તા હાઉસ (23)કિશન કોલ્ડ્રિંક્સની ચકાસણી કરવામાં આવી હતી.
ઉપરોક્ત કામગીરી ઉપરાંત મસાલાની સિઝનને અનુલક્ષીને કરવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મસાલાના વધુ 10 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં (1) ધાણા (આખા-લુઝ): સ્થળ- ઉમિયા મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, પાર્ક એવેન્યૂ સામે ગ્રાઉંડ, નાના મૈવા ચોક પાસે, રાજકોટ (2) રાઈ (આખી-લુઝ): સ્થળ- ઉમિયા મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, પાર્ક એવેન્યૂ સામે ગ્રાઉંડ, નાના મવા ચોક પાસે, રાજકોટ (3) વાજી ભગત એન્ડ સન્સ-ડિલ સિડ્સનું સેમ્પલ સ્થળ- ખોડલ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, પાર્ક એવેન્યૂ સામે ગ્રાઉંડ, નાના મવા ચોક પાસે, રાજકોટ (4) જે.કે.સ્પાઇસીસ બ્લેક સોલ્ટનું સેમ્પલ સ્થળ- ખોડલ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, પાર્ક એવેન્યૂ સામે ગ્રાઉંડ, નાના મવા ચોક પાસે, રાજકોટ (5) એમએમ બ્રાન્ડ સુવા સિડ્સનું સેમ્પલ સ્થળ- જલારામ મસાલા ભંડાર (માંડવો), નાના મવા મેઇન રોડ, મ્યુનિ. સ્લમ ક્વાર્ટરની બાજુમાં ,રાજકોટ. (6) જીરૂ આખું (લુઝ): સ્થળ- જલારામ મસાલા ભંડાર (માંડવો), નાના મૈવા મેઇન રોડ, મ્યુનિ. સ્લમ કવાટરની બાજુમાં, રાજકોટ (7) હળદર આખી (લુઝ): સ્થળ- ગિરિરાજ સિઝન સ્ટોર (માંડવો), રામ મસાલા માર્કેટની અંદર, નાના મૈવા મેઇન રોડ, આરોગ્ય કેન્દ્રની સામે, રાજકોટ (8) રાય આખી (લુઝ): સ્થળ- ગિરિરાજ સિઝન સ્ટોર (માંડવો), રામ મસાલા માર્કેટની અંદર, નાના મવા મેઇન રોડ, આરોગ્ય કેન્દ્રની સામે, રાજકોટ. (9) ધાણી (લુઝ): સ્થળ- શ્રીરામ મસાલા ભંડાર (મંડપ) મસાલા માર્કેટ (માંડવો), મ્યુનિ. ક્વાર્ટર પાસે, નાના માવા સર્કલ પાસે, રાજકોટ અને (10) જીરું (લુઝ)નું સેમ્પલ સ્થળ- શ્રીરામ મસાલા ભંડાર (મંડપ) મસાલા માર્કેટ (માંડવો), મ્યુનિ.ક્વાર્ટર પાસે, નાના માવા સર્કલ પાસે, રાજકોટ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application