ગેનીબેન ઠાકોરના વિજયના પગલે, વાવ વિધાનસભા બેઠક પર 6 મહિનામા પેટા ચૂંટણી યોજાશે

  • June 05, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભા 2024 ની ચૂંટણી બનાસકાંઠાની બેઠક પરથી વિજેતા થતા આ બેઠક ખાલી પડશે એટલે કે ટૂંક સમયમાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે વિધાનસભાના ધારાસભ્ય ના રાજીનામાં બાદ છ મહિનાની અંદર આ જગ્યા પર ચૂંટણી યોજવી ફરજીયાત છે.


ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ગઈકાલે આવેલા પરિણામમાં કોંગ્રેસ 26 બેઠકમાંથી માત્ર એક બેઠક પર ભવ્ય વિજય થયો છે 62 વર્ષે બનાસકાંઠામાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું છે ગેનીબેન ઠાકોરનો વિજય થતા હવે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી આવી પડી છે ગેનીબેન બનાસકાંઠાના વર્તમાન સાંસદ બનતા હવે આ જગ્યા પર ચૂંટણી યોજાશે અત્રે નોંધવું જરૂરી છે કે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાય તો હવે કોને ટિકિટ આપવામાં આવશે તેની અટકણો શરૂ થઈ ગઈ છે.


અહીં નોંધવું જરૂરી છે કે ગુજરાત વિધાનસભા વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને મળેલા વિજયને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વધાવ્યો છે અને તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ ભાજપની કિલ્લેબંધી તોડવામાં સફળ રહ્યું છે. પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિમી દૂર આવેલા આ લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application