રાજયભરમાં અનેક સ્થળે ધુમ્મસ: સાંજથી સવાર ઠંડી, આખો દિવસ ગરમી

  • January 20, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ભાવનગર પોરબંદર દ્રારકા નલિયા વેરાવળ સહિત રાયના અનેક શહેરોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતું અને તેના કારણે ધુમ્મસ જોવા મળી હતી. ભાવનગરમાં ૯૦ નલિયા અને પોરબંદરમાં ૯૧ દ્રારકામાં ૮૮ રાજકોટમાં ૮૬ અને વેરાવળમાં ૮૩% ભેજ આજે સવારે નોંધાયો છે.
ભેજવાળા વાતાવરણને કારણે સવારે આહલાદક વાતાવરણનો અનુભવ થયો હતો. પરંતુ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ બફારા જેવું વાતાવરણ અનુભવાયું હતું કારણ કે આજે પવનની ગતિ માત્ર પાંચથી છ કિલોમીટરની રહેવા પામી હતી. ગિરનાર પર્વત સિવાય સમગ્ર રાયમાં લઘુતમ તાપમાન ડબલ ફિગરમાં આવી ગયું છે. તો મહત્તમ તાપમાનનો પારો પણ સતત ઉંચે ચડી રહ્યો છે. અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત ભુજ અમરેલી ભાવનગર દ્રારકા રાજકોટ પોરબંદર દમણ સુરેન્દ્રનગર મહત્પવા અને કેશોદ સહિત રાયના ૧૫થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૪.૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સૌથી વધુ સુરતમાં ૩૪.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આજે સવારે રાજકોટમાં ૧૫.૨ પોરબંદરમાં ૧૪.૩ દ્રારકામાં ૧૭.૩ અમરેલીમાં ૧૫.૪ નલિયામાં ૧૦.૫ ભુજમાં ૧૩.૬ ગિરનાર પર્વત ઉપર ૯.૭ જૂનાગઢમાં ૧૪.૭ ભવનાથ તળેટીમાં ૧૨.૭ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯% રહેવા પામ્યું હતું.
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં ૧૭ ગાંધીનગરમાં ૧૪ વડોદરામાં ૧૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application